Site icon News Continuous Bureau | Mumbai

Sev Khamani Recipe : ના મહેનત, ના બેટર હલાવવાની ઝંઝટ.. મિનિટોમાં ઘરે આ રીતે બનાવો સેવ ખમણી; ખુબ જ સરળ છે રીત..

Sev Khamani Recipe :સેવ ખમણી ઘણા નામ થી ઓળખાય છે, મઢી ની ખમણી, સેવ ખમણ, અમીરી ખમણ. આજે અમે તમને ગુજરાતી સેવ ખમણી બનાવવાની રીત શીખીશું જે ખૂબ જ સરળ છે અને સ્વાદિષ્ટ છે

Sev Khamani Recipe how to make Gujarati Sev Khamani Recipe at home

Sev Khamani Recipe how to make Gujarati Sev Khamani Recipe at home

News Continuous Bureau | Mumbai

  Sev Khamani Recipe :સેવ ખમણી મૂળ તો વધેલી વાનગીમાંથી બનતી નવી વાનગી છે. પરંતુ, તેના ચટાકેદાર સ્વાદને કારણે તે મોટાભાગે મુખ્ય વાનગી તરીકે બનાવાય છે. સેવ ખમણી ઘણા નામ થી ઓળખાય છે, મઢી ની ખમણી, સેવ ખમણ, અમીરી ખમણ  તે ગુજરાતીઓમાં ( Gujarati Sev Khamani Recipe ) ખૂબ જ લોકપ્રિય છે. ખમણી બનાવવા માટે મસાલેદાર અને ખારી સેવનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો સ્વાદ એટલો અદ્ભુત છે કે અહીંના લોકો તેને ભોજનની સાથે સવારના નાસ્તામાં અથવા લંચમાં ખાય છે.

Join Our WhatsApp Channel

Sev Khamani Recipe : સેવ ખમણી બનાવવા માટેની સામગ્રી-

10-12 ખમણ ઢોકળા

1 ચમચી તેલ

1 ચમચી તલ

2 લીલા મરચાં, બારીક કાપેલા

1 ટામેટા, બારીક સમારેલ

1/2 કપ સેવ

1/4 કપ કોથમીર, બારીક સમારેલી

1/4 કપ તાજુ નાળિયેર, છીણેલું

સ્વાદ મુજબ મીઠું

આ સમાચાર પણ વાંચો :  Khaman Dhokla Recipe: નાસ્તામાં ઘરે જ બનાવો ખમણ ઢોકળા, આ ટિપ્સ અને ટ્રીક્સની મદદથી બનશે એકદમ સોફ્ટ અને સ્પોન્જી ઢોકળા; નોંધી લો રેસિપી..

 Sev Khamani Recipe : સેવ ખમણી બનાવવાની રીત-

ખમણ ઢોકળાના એક પ્લેટમાં ટુકડા કરી લો અને પછી એક પેનમાં તેલ નાખીને ગરમ કરો.

તેમાં લીલાં મરચાં નાખો અને પછી ખમણ ( how to make Sev Khamani ) ઢોકળા અને મીઠું નાખીને 1-2 મિનિટ સુધી હલાવો. હવે ગેસ બંધ કરો અને તેમાં છીણેલું નારિયેળ, સમારેલા ટામેટા, લીલા ધાણા ઉમેરીને એકવાર મિક્સ કરો. ખમણના ભુકામાં નાયલોન સેવ, દાડમના દાણા, ઝીણી સમારેલી કોથમીર, દ્વાક્ષ નાખીને મિક્સ કરો.તૈયાર છે સેવ ખમણી.

 

Pink Sauce Pasta Recipe ઈટાલિયન સ્વાદ હવે તમારા રસોડામાં! રેડ અને વ્હાઈટ સોસના પરફેક્ટ મિશ્રણથી બનાવો સુપર ચીઝી પિંક પાસ્તા
Fried Rice Recipe રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટી ફ્રાઈડ રાઈસ બનાવો ઘરે જાણો સરળ સ્ટેપબાયસ્ટેપ રેસિપી
Green Moong Dal Kachori Recipe મગની દાળમાંથી બનાવો ચટપટી ખસ્તા કચોરી રસાવાળા બટાકાના શાક સાથે લાગશે સ્વાદિષ્ટ
Ganesh Chaturthi Modak Recipe ગણેશ ચતુર્થી પર ઘરે જ બનાવો બાપ્પાના પ્રિય મોદક સ્વાદિષ્ટ અને પરંપરાગત ઉકડીચે મોદકની સરળ રેસિપી કરો નોટ
Exit mobile version