Site icon News Continuous Bureau | Mumbai

Shahi Paneer : રેસ્ટોરન્ટ જેવું સ્વાદિષ્ટ શાહી પનીર ઘરે જ બનાવો,, મહેમાનો પણ આંગળી ચાંટતા રહી જશે, નોંધી લો રેસીપી

Shahi Paneer :જો તમે વીકેન્ડ પર કંઈક ખાસ ટ્રાય કરવા માંગતા હોવ તો શાહી પનીર બનાવો. ગરમ રોટલી સાથે નરમ શાહી પનીરનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. તમે ઘરે રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાહી પનીર સરળતાથી બનાવી શકો છો. આવો જાણીએ રેસિપી-

News Continuous Bureau | Mumbai 
Shahi Paneer : ઘણા લોકોને રવિવારે લંચ માટે રેસ્ટોરન્ટમાં જવાનું ગમે છે કારણ કે રજાના દિવસે લોકોને ખાસ ફૂડ ખાવામાં મજા આવે છે. પરંતુ જો તમે બહાર ન જવા માંગતા હો, તો તમે ઘરે સ્વાદિષ્ટ રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાહી પનીર બનાવી શકો છો. તેને બનાવવું મુશ્કેલ કામ નથી. આવો જાણીએ ઘરે રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાહી પનીર બનાવવાની રેસીપી.

શાહી પનીર માટે સામગ્રી:

પનીર – 500 ગ્રામ
5 – મધ્યમ કદના ટામેટા
2 – લીલા મરચા
આદુ – 1 ઇંચ લાંબો ટુકડો
2 ચમચી – ઘી અથવા તેલ
અડધી ચમચી – જીરું
1/4 ચમચી – હળદર પાવડર
1 ચમચી – ધાણા પાવડર
1/4 ચમચી કરતાં ઓછું – લાલ મરચું
કાજુ – 25-30 નંગ
100 ગ્રામ (1/2 કપ) – મલાઈ અથવા ક્રીમ
1/4 ચમચી – ગરમ મસાલો
લીલા ધાણા – 1 ચમચી (બારીક સમારેલા)
મીઠું – સ્વાદ મુજબ

Join Our WhatsApp Channel

શાહી પનીર બનાવવાની રીત

શાહી પનીર બનાવવા માટે હંમેશા તાજા પનીરનો ઉપયોગ કરો જેથી તે નરમ બને. પનીરને ચોરસ ટુકડામાં કાપો. આ પછી એક નોન સ્ટિક પેનમાં 2 ચમચી તેલ નાખીને ગરમ કરો. તેમાં પનીર ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો. ત્યાર પછી, પનીરના ટુકડાને ગરમ પાણીના બાઉલમાં રાખો. આ સિવાય કાજુને અડધો કલાક પલાળી રાખો, પછી તેને મિક્સરમાં નાખીને પેસ્ટ તૈયાર કરો.

આ સમાચાર પણ વાંચો : Mukesh Ambani : વિચારો! મુકેશ અંબાણી પગાર લેતા નથી, શેર વેચતા નથી, તો મુકેશ અંબાણીનું ઘર કેવી રીતે ચાલે છે? વાંચો આ રસપ્રદ માહિતી વિગતવાર અહીં….

ટામેટા, આદુ અને લીલા મરચાની પેસ્ટ બનાવો

હવે એક મિક્સિંગ જારમાં સમારેલા ટામેટાં, આદુ અને લીલા મરચાં નાખો. તેની પેસ્ટ બનાવીને એક બાઉલમાં કાઢી લો. આ સિવાય ક્રીમને પણ સારી રીતે બીટ કરો. આ બધી તૈયારી કર્યા પછી ગેસ પર એક પેન મૂકીને તેલ ગરમ કરવા માટે રાખો.

ગ્રેવી તૈયાર કરો

તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખીને તતડવા દો, પછી હળદર પાવડર અને ધાણા પાવડર મિક્સ કરો. આ પછી તેમાં ડુંગળી અને ટામેટાની તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો. ગ્રેવીને બરાબર હલાવીને ફ્રાય કરો. જ્યારે તે ફ્રાય થઇ જાય ત્યારે તેમાં કાજુની પેસ્ટ ઉમેરો. જ્યારે મિશ્રણ તેલ છોડવા લાગે ત્યારે જરૂર મુજબ પાણી ઉમેરો.

છેલ્લે કોથમીર અને ગરમ મસાલો ઉમેરો

જ્યારે ગ્રેવી ઉકળવા લાગે ત્યારે તેમાં પનીરના ટુકડા ઉમેરો. હવે ભાજીને ઢાંકીને ધીમી આંચ પર 5-6 મિનિટ સુધી પકાવો. ત્યાર બાદ ઉપરથી લીલા ધાણા અને થોડો ગરમ મસાલો મિક્સ કરો. 5 મિનિટ પછી તમારું શાક સારી રીતે તૈયાર થઈ જશે. સર્વ કરો.

Aloo Cheese Pinwheels Diwali Recipe દિવાળી પાર્ટીમાં ચાર ચાંદ લગાવશે આ અનોખો નાસ્તો માત્ર ૧૫ મિનિટમાં તૈયાર થતાં ‘આલૂ ચીઝ પિનવ્હીલ્સ’ની સરળ રેસિપી
Ribbon Murukku Diwali Snack દિવાળીના નાસ્તામાં બનાવો દક્ષિણ ભારતનું પ્રખ્યાત ‘રિબન મુરુક્કુ’ ચા સાથે પીરસવા કે ગિફ્ટ બોક્સ પેક કરવા માટે પરફેક્ટ ક્રિસ્પી નમકીન
Halloween Special Spider Web Brownie હેલોવીન પર બનાવો સ્પાઈડર વેબ બ્રાઉની બાળકોની થીમ પાર્ટી માટે બેસ્ટ ચોકલેટ ટ્રીટ, જાણો સરળ રેસિપી
Homemade Rasgulla Recipe ઘરે જ બનાવો હલવાઈ જેવા ટેસ્ટી અને રસદાર રસગુલ્લા જાણો સરળ સ્ટેપબાયસ્ટેપ રેસિપી
Exit mobile version