Site icon News Continuous Bureau | Mumbai

રેસિપી / ખાવાનો સ્વાદ વધારશે આ રીતે બનાવેલું ટામેટાનું ખાટું-મીઠું અથાણું, બની જાય છે ફટાફટ, આજે જ બનાવો 

 News Continuous Bureau | Mumbai

Tomato Pickle Recipe: જો આપણે અથાણાં (Pickle) ની વાત કરીએ તો તમને ભારત (India) ના દરેક ખૂણે અલગ-અલગ પ્રકારના અથાણાં જોવા મળશે. દરેક ભારતીય ઘરમાં અલગ-અલગ વસ્તુઓનું અથાણું તૈયાર કરવામાં આવે છે. તેના વિના ભોજનનો સ્વાદ અધૂરો લાગે છે. પરંતુ આજે અમે તમારી સાથે અથાણાની અનોખી રેસિપી શેર કરી રહ્યા છીએ. આ અથાણું ટામેટાંમાંથી બનાવવામાં આવે છે અને મિનિટોમાં તૈયાર કરી શકાય છે. તેનો સ્વાદ તમારા મોઢામાં પાણી લાવી દેશે. આ રેસીપી (Recipe) મિનિટોમાં તૈયાર કરી શકાય છે અને મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય છે. તે ઝડપથી બગડતું નથી. તો ચાલો જોઈએ કે તમે કેવી રીતે ઘરે ટામેટાં (Tomato) નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવી શકો છો અને તમારા ભોજનનો સ્વાદ વધારી શકો છો.

Join Our WhatsApp Channel

સામગ્રી

2 – ટામેટા

મરચું પાવડર જરૂર મુજબ

જરૂર મુજબ મીઠું

જરૂર મુજબ સરસવ

મેથીના દાણા જરૂર મુજબ

3 ચમચી ખાંડ

આ સમાચાર પણ વાંચો: સાપ ચપ્પલને સમજી બેઠો શિકાર, મોઢામાં લઈને નાઠો. જુઓ ચપ્પલ ચોર સાપ નો વિડીયો.

રીત:

સૌ પ્રથમ એક કઢાઈ લો, તેને સારી રીતે ગરમ કરો. હવે તેમાં મેથી નાખીને થોડીવાર શેકી લો. મેથી શેકાઈ જાય એટલે તેમાં સરસવ ઉમેરો. હવે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખી તેનો પાવડર તૈયાર કરો. બીજી કઢાઈ લો, તેને ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં તેલ નાખો. મોટા ટુકડાઓમાં સમારેલા ટામેટાં ઉમેરો અને ચમચા વડે હલાવીને સારી રીતે પકાવો. ટામેટાંમાં ખાંડ નાખો અને ખાંડ સંપૂર્ણપણે ઓગળી જાય ત્યાં સુધી મિશ્રણને પકાવો. ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીને બધી સામગ્રીને બરાબર મિક્ષ કરી લો. આ પછી, તેમાં પીસેલો સરસવ અને મેથી પાવડર ઉમેરો, ઉપર લાલ મરચું ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. તમારું અથાણું તૈયાર છે, તેને એર ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો.

Ribbon Murukku Diwali Snack દિવાળીના નાસ્તામાં બનાવો દક્ષિણ ભારતનું પ્રખ્યાત ‘રિબન મુરુક્કુ’ ચા સાથે પીરસવા કે ગિફ્ટ બોક્સ પેક કરવા માટે પરફેક્ટ ક્રિસ્પી નમકીન
Halloween Special Spider Web Brownie હેલોવીન પર બનાવો સ્પાઈડર વેબ બ્રાઉની બાળકોની થીમ પાર્ટી માટે બેસ્ટ ચોકલેટ ટ્રીટ, જાણો સરળ રેસિપી
Homemade Rasgulla Recipe ઘરે જ બનાવો હલવાઈ જેવા ટેસ્ટી અને રસદાર રસગુલ્લા જાણો સરળ સ્ટેપબાયસ્ટેપ રેસિપી
Palak Paneer Healthy Snack Recipe સાંજના નાસ્તા માટે બનાવો હાઈ પ્રોટીન વાનગી, પાલક અને પનીરથી મિનિટોમાં થશે તૈયાર; કેલરી કંટ્રોલ સાથે ભરપૂર ઊર્જા મળશે
Exit mobile version