News Continuous Bureau | Mumbai
Tricolor Mithai : 15મી ઓગસ્ટ આપણા બધા માટે આદર અને ગર્વનો દિવસ છે. ઇ.સ. 1947નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો. આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે ‘સ્વતંત્રતા દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં વિવિધ પ્રકારની વાનગીઓ ( Recipe ) બનાવે છે અને ઘણી મીઠાઈઓ પણ બનાવે છે આઝાદીના આ તહેવાર પર તમે ત્રિરંગી મીઠાઈ અજમાવી શકો છો. આ વખતે આઝાદીના આ મહાન પર્વમાં તમે દેશભક્તિની મીઠાશ ઉમેરીને વિશેષ ત્રિરંગાની મીઠાઈ બનાવીને સૌના મોં મીઠા કરાવી શકો છો.
Tricolor Mithai : ત્રિરંગી મીઠાઈ બનાવવા માટે જરૂરી સામગ્રી.
- દૂધ
- સોજી
- ચોકલેટ (ઓગળેલી)
- ખાંડ
- નારિયેળ છીણેલું
- વેનીલા એસેન્સ
- કુદરતી ખાદ્ય રંગો (નારંગી, લીલો)
Tricolor Mithai : ત્રિરંગી મીઠાઈ બનાવવાની રીત
સૌપ્રથમ કડાઈમાં ઘી ગરમ કરો, પછી તેમાં રવો ઉમેરો અને જ્યાં સુધી તે લાઈટ બ્રાઉન ન થાય ત્યાં સુધી હલાવતા રહો. હવે ગેસ બંધ કરી દો. હવે તેમાં ઓગળેલી ચોકલેટ, ખાંડ અને દૂધ ઉમેરો અને બરાબર મિક્સ ન થાય ત્યાં સુધી હલાવતા રહો, તમે જોશો કે ધીમે-ધીમે તે થોડું કડક થવા લાગશે. હવે તેમાં નારિયેળનું છીણ ઉમેરો અને તેને થોડો સમય રોસ્ટ કરો, થોડીવાર તેને પકાવતા રહો. હવે તેમાં વેનીલા એસેન્સ નાખીને બરાબર મિક્સ કરી લો.
આ સમાચાર પણ વાંચો : Paneer Kathi Roll: રવિવારે સવારના નાસ્તામાં બનાવો ફ્રેન્કીને પણ ભુલાવી દે તેવી નવી વાનગી કાઠી રોલ, નોંધી લો રેસિપી..
હવે તેને ઠંડુ કરો અને તેને 3 ભાગોમાં વહેંચો, એક ભાગમાં કેસરી રંગ (ફૂડ કલર), બીજા ભાગમાં સફેદ અને ત્રીજા ભાગમાં લીલો રંગ ઉમેરો. હવે પિસ્તાને બારીક પીસીને ઉપર મૂકો. અને થોડા સમય માટે હવામાં રાખો, ત્યાર બાદ તેમને ધારદાર ચમચી વડે અલગ કરો. આ સરળ પદ્ધતિઓ અપનાવીને તમે સરળતાથી ત્રિરંગી મીઠાઈ બનાવી શકો છો.