News Continuous Bureau | Mumbai
Tricolour barfi : ગણતંત્ર દિવસને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. 26મી જાન્યુઆરીની તૈયારીઓ બાળકો ( Kids ) ની શાળાઓમાં મહિનાઓ અગાઉથી શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં, બાળકો ત્રિરંગા અને તેના રંગોથી બનેલી વસ્તુઓ પ્રત્યે ખૂબ જ આકર્ષિત થાય છે. બાળકોને ત્રિરંગી વસ્તુઓ પહેરવી અને ખાવી ખુબ ગમે છે. તમને બજારમાં આવી ઘણી વાનગીઓ મળશે, જે તિરંગાના રંગોથી બનેલી હોય. જો તમે ઇચ્છો તો, તમે ઘરે બાળકો માટે ત્રિરંગા ખોયા બરફી બનાવી શકો છો અને આ બરફી બાળકોને 15 ઓગસ્ટના રોજ ટિફિનમાં મોકલી શકો છો. તમારું બાળક આ જોઈને ચોક્કસપણે ખુશ થશે. ચાલો જાણીએ માવામાંથી ત્રિરંગા બરફી ( Tricolour Barfi ) કેવી રીતે બનાવવી.
તિરંગા બરફી માટેની સામગ્રી
તાજો માવો – 400 ગ્રામ
ખાંડ – 350 ગ્રામ
પનીર – 150 ગ્રામ
કેસરી અને ગ્રીન રંગ
એલચી પાવડર – અડધી ચમચી
થોડું ચાંદીનું વરક
તિરંગા બરફી રેસીપી
1- તિરંગા બરફી બનાવવા માટે સૌથી પહેલા માવો અને પનીર ને છીણી લો.
2- હવે તેમાં ખાંડ ઉમેરીને કડાઈમાં મૂકી ગેસ પર રાખો.
3- તમારે ગેસની ફ્લેમ મીડીયમ રાખવાની છે અને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને પકાવો.
4- જ્યારે મિશ્રણ કડાઈમાંથી અલગ થવા લાગે અને ખાંડનું બધું પાણી સુકાઈ જાય ત્યારે તેમાં ઈલાયચી મિક્સ કરો અને ગેસ બંધ કરી દો.
5- હવે તૈયાર કરેલા મિશ્રણને ત્રણ સરખા ભાગોમાં વહેંચો.
આ સમાચાર પણ વાંચો : Stock Market: શેરબજારમાં આજે સેનસેક્સમાં મોટો કડાકો.. રોકાણકારોએ માત્ર 3 કલાકમાં અધધ આટલા લાખ કરોડ ગુમાવ્યા..
6- એક ભાગ સફેદ રાખો અને એકમાં કેસરી અને બીજા બે ભાગમાં ગ્રીન રંગ ઉમેરો.
7- હવે થોડું ઘી લગાવીને થાળીમાં લીલા મિશ્રણને ફેલાવો. તમે તેને રોલિંગ પિન વડે પણ રોલ કરી શકો છો.
8- તેના પર સફેદ અને પછી કેસરી મિશ્રણને સરખી રીતે ફેલાવો અને તેને હળવા હાથે દબાવો અથવા રોલિંગ પિન વડે હળવા હાથે રોલ કરો.
9- ઉપર સિલ્વર વરક લગાવો અને તેને હળવા હાથે દબાવો.
10- હવે તેને બરફીના આકારમાં કાપી લો. તૈયાર છે ટેસ્ટી માવા બરફી. બાળકોને આ વાનગી ખૂબ જ ગમશે.