Site icon News Continuous Bureau | Mumbai

રેસિપી / સવારના નાસ્તામાં ટ્રાય કરો બાફેલા ચણાના ટોસ્ટ, નોંધી લો રેસિપી

બાફેલા ચણાના ટોસ્ટ એક પાવર-પેક્ડ નાસ્તો છે. સવારે આને ખાવાથી પેટ ભરેલું લાગે છે અને જલ્દી ભૂખ નથી લગતી. બાફેલા ચણા, શાકભાજી, લીંબુનો રસ અને ચાટ મસાલા સાથેની આ વાનગી ખાવામાં સ્વાદિષ્ટ પણ છે, અને હાઇ-પ્રોટીન નાસ્તો પણ છે.

Try this boiled chickpeas Toast for morning breakfast

રેસિપી / સવારના નાસ્તામાં ટ્રાય કરો બાફેલા ચણાના ટોસ્ટ, નોંધી લો રેસિપી

News Continuous Bureau | Mumbai

બાફેલા ચણાના ટોસ્ટ એક પાવર-પેક્ડ નાસ્તો છે. સવારે આને ખાવાથી પેટ ભરેલું લાગે છે અને જલ્દી ભૂખ નથી લગતી. બાફેલા ચણા, શાકભાજી, લીંબુનો રસ અને ચાટ મસાલા સાથેની આ વાનગી ખાવામાં સ્વાદિષ્ટ પણ છે, અને ચણા પ્રોટીનથી ભરપૂર હોવાને કારણે હાઈ-પ્રોટીન નાસ્તો પણ છે.

Join Our WhatsApp Channel

સામગ્રી

1/2 કપ ચણા

2 ચમચી સમારેલી ડુંગળી

1 ચમચી સમારેલા ટામેટા

1 ટીસ્પૂન લીલું મરચું સમારેલું

1 ટીસ્પૂન લીલા ધાણા

મીઠું સ્વાદ મુજબ

ચાટ મસાલો

2 બ્રેડ સ્લાઈસ

બટર

આ સમાચાર પણ વાંચો : રેસિપી: સવારના નાસ્તામાં બનાવો સોજીના ચિલ્લા, જલ્દી બની જશે આ ટેસ્ટી નાસ્તો

રીત

ચણામાં મીઠું નાખી ને બાફી લો. બાફેલા ચણા ને એક બાઉલમાં કાઢીને તેમાં ડુંગળી, ટામેટા, લીલા મરચા, લીલા ધાણા ઉમેરો. પછી તેમાં લીંબુનો રસ અને ચાટ મસાલો ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો. બ્રેડની બે સ્લાઈસ બેક કરો અને દરેકને વચ્ચેથી કાપી લો. બ્રેડની સ્લાઈસ પર બટર લગાવો. ઉપર ચણા અને શાકભાજીનું મિશ્રણ નાખો અને માણો બાફેલા ચણાના ટોસ્ટ નો સ્વાદ. આને તમે ઉપર ચીઝ નાખીને પણ ખાઈ શકો છો અને ધાણાની લીલી ચટણી કે ટામેટાના કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો. 

Crispy Onion Chilli Chila Recipe સવારની ભાગદોડમાં ટેસ્ટી અને પ્રોટીનરિચ ઓપ્શન ઓછા તેલમાં બનાવો કરકરા કાંદામરચાંના પુડલા, સ્વાદ એવો કે વારંવાર બનાવશો
Pink Sauce Pasta Recipe ઈટાલિયન સ્વાદ હવે તમારા રસોડામાં! રેડ અને વ્હાઈટ સોસના પરફેક્ટ મિશ્રણથી બનાવો સુપર ચીઝી પિંક પાસ્તા
Fried Rice Recipe રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટી ફ્રાઈડ રાઈસ બનાવો ઘરે જાણો સરળ સ્ટેપબાયસ્ટેપ રેસિપી
Green Moong Dal Kachori Recipe મગની દાળમાંથી બનાવો ચટપટી ખસ્તા કચોરી રસાવાળા બટાકાના શાક સાથે લાગશે સ્વાદિષ્ટ
Exit mobile version