News Continuous Bureau | Mumbai
Weekly Horoscope June 23–29: જૂન નું છેલ્લું અઠવાડિયું શરૂ થઈ ગયું છે અને 23 થી 29 જૂન દરમિયાન કેટલીક રાશિઓ માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. ખાસ કરીને વૃષભ, મિથુન, સિંહ, તુલા અને મકર રાશિના જાતકો માટે આ અઠવાડિયું કરિયર, લવ લાઈફ અને આર્થિક દ્રષ્ટિએ લાભદાયક રહેશે.
વૃષભ, મિથુન અને સિંહ રાશિના જાતકો માટે સફળતાનો સમય
વૃષભ રાશિના જાતકો માટે આ અઠવાડિયામાં નવી જવાબદારીઓ અને સફળતાની તકો મળશે. મિથુન રાશિના લોકો માટે જૂના મિત્ર સાથે મુલાકાત અને નફાકારક રોકાણ શક્ય છે. સિંહ રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રમાં પ્રશંસા અને નવો આત્મવિશ્વાસ મળશે.
તુલા અને મકર માટે આર્થિક લાભ અને પ્રેમભર્યો સમય
તુલા રાશિના જાતકો માટે આ અઠવાડિયું નવો પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો અને નફાકારક રોકાણ કરવાનું છે. મકર રાશિના લોકો માટે આ સમય વ્યવસાયિક અને વ્યક્તિગત જીવનમાં સમતુલન લાવવાનો છે. પ્રેમ સંબંધો મજબૂત થશે અને આરોગ્ય પણ સારું રહેશે.
આ સમાચાર પણ વાંચો : Rahu Mahadasha: રાહુ મહાદશા, આ રાશિઓ માટે બની શકે છે ભાગ્યોદયનો સમય, ધન અને સફળતા નો થશે વરસાદ
અન્ય રાશિઓ માટે મિશ્ર પરિણામો, સંયમ રાખવો જરૂરી
અન્ય રાશિઓ જેમ કે મેષ, કર્ક, કન્યા, વૃશ્ચિક, ધનુ, કુંભ અને મીન માટે આ અઠવાડિયું થોડું સંભાળથી પસાર કરવું જરૂરી છે. કાર્યક્ષેત્રમાં તણાવ, આરોગ્યમાં ઉતાર-ચઢાવ અને સંબંધોમાં સંયમ રાખવો જરૂરી રહેશે.