Site icon News Continuous Bureau | Mumbai

અંધેરીમાં ગોખલે બ્રિજની બે લેન આ તારીખ સુધીમાં ખોલવામાં આવશે

News Continuous Bureau | Mumbai

અંધેરીમાં ગોપાલકૃષ્ણ ગોખલે(Gokhale Bridge) રેલવે બ્રિજનું કામ તબક્કાવાર કરવામાં આવી રહ્યું છે. પરંતુ બ્રિજના સ્ટ્રક્ચરલ ઓડિટ બાદ કન્સલ્ટન્ટની સલાહથી જર્જરિત બ્રિજને સોમવાર, 7 નવેમ્બર, 2022થી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ટ્રાફિક માટે વિવિધ વૈકલ્પિક રસ્તાઓ ઉપલબ્ધ છે, પુલનું કામ અત્યંત પ્રાથમિકતા સાથે હાથ ધરવામાં આવ્યું છે અને મે 2023 સુધીમાં 2 લેન ટ્રાફિક માટે ખોલવામાં આવશે. બાકીની 2 લેન સપ્ટેમ્બર 2023 સુધીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે, એમ મીડિયા સાથેની વાતચીતમાં મ્યુનિસિપલ એડિશનલ કમિશનર પી વેલરાસુએ જણાવ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: બિઝનેસ આઈડિયા – સરકાર પાસેથી 35 ટકા સબ્સિડી લઈ શરૂ કરો પોતાનો બિઝનેસ- દર મહિને થશે લાખ સુધીની કમાણી

દરમિયાન, આ વિસ્તારમાં ટ્રાફિક માટે ઉપલબ્ધ કરાયેલા વૈકલ્પિક માર્ગો પર મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બારીકાઈથી નજર રાખવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે. ઉપરાંત, આ વૈકલ્પિક માર્ગો પર સરળ ટ્રાફિક સુનિશ્ચિત કરવા માટે કાળજી લેવામાં આવી રહી છે. આ માટે ટ્રાફિક પોલીસ દ્વારા વધારાના 200 માનવબળની નિમણૂક કરવામાં આવી છે.

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version