News Continuous Bureau | Mumbai
બોરીવલીમાં ગરબા પ્રેમીઓએ ‘ડોમ વગર’ની મજા માણી, મેદાનમાં પગ મૂકવાની જગ્યા પણ ન રહી
નવરાત્રિની રાજધાની: બોરીવલીમાં ભવ્યતા અને રેકોર્ડબ્રેક હાજરી
મુંબઈને ‘નવરાત્રિની રાજધાની’ તરીકે ઓળખાતા બોરીવલીમાં, આ વર્ષનો સૌથી ભવ્ય અને ઐતિહાસિક ‘રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’ ચાલી રહ્યો છે. આ વર્ષે ઉત્સવની શરૂઆતથી જ રેકોર્ડબ્રેક હાજરી જોવા મળી રહી છે, જેમાં અત્યાર સુધીના તમામ દિવસો દરમિયાન કોરા કેન્દ્ર ગ્રાઉન્ડ નંબર 4 સંપૂર્ણપણે ખેલૈયાઓથી ભરાઈ ગયું છે. આગામી દિવસોમાં આ નવરાત્રી ખેલૈયાઓની રેકોર્ડબ્રેક હાજરીનો રેકોર્ડ બનાવશે તેમાં કોઈ શંકા રહી નથી. નવરાત્રિના પહેલા જ દિવસે વરસાદ હોવા છતાં, ગરબા પ્રેમીઓએ ડોમ વગર ખુલ્લા આકાશ નીચે ગરબાનો ભરપૂર આનંદ લીધો. મેદાનમાં એટલી ભીડ હતી કે પગ મૂકવાની પણ જગ્યા બચી ન હતી, જે દર્શાવે છે કે મુંબઈના ગરબા રસિકોને ગરબા પારંપરીક રીતે અને ‘ઓપન ટૂ સ્કાય’ જ ગમે છે.
પ્રસિદ્ધ કલાકારો અને નવીનતાનો સંગમ
Borivali Navratri 2025 આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ ગુજરાતના પ્રખ્યાત લોકગાયિકા ગીતા રબારી અને તેનું એક તદ્દન નવું પ્લેલિસ્ટ છે, જેમાં પરંપરાગત ગુજરાતી ગીતોની સાથે મુંબઈની થીમ પર આધારિત ગીતોનું અનોખું મિશ્રણ છે. તેમના આ નવા પ્રયોગે લોકોના દિલ જીતી લીધા છે. નવલી નવરાત્રીના બીજા દિવસે, શાનદાર ફટાકડા અને આતશબાજીથી બોરીવલીનું આકાશ જાણે કે સુંદર રંગોળીથી સજાવવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું હતું. આ ઉપરાંત બોલિવૂડનો દબદબો રહ્યો, જેમાં અભિનેત્રી ભાગ્યશ્રી, વેદિકા પિન્ટો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરાજ ઘેલાણી ગરબાના રંગે રંગાયા હતા. ભાગ્યશ્રી ગીતા રબારી સાથે સ્ટેજ પર ગરબા રમતી પણ જોવા મળી હતી. નવરાત્રીના પહેલા દિવસે સ્થાનિક ધારાસભ્ય સંજય ઉપાધ્યાય, ભુતપૂર્વ સાંસદ ગોપાળ શેટ્ટીએ આરતી કરી તો કેન્દ્રીય મંત્રી અને સ્થાનિક સાંસદ સભ્ય પિયુષ ગોયલે પોતાના શુભાષીશ આપ્યા છે. આ ઉપરાંત હાલમાંજ મુંબઈ ભાજપના અધ્યક્ષ તરીકે ચુંટાયેલા અમિત સાટમે પણ સ્ટેજ શોભાવ્યું હતું. આગામી દિવસોમાં અહીં અનેક વીવીઆઈપી આવવાના છે.
આ સમાચાર પણ વાંચો : Donald Trump: ટ્રમ્પે આપ્યો મોટો ઝટકો, હવે લાગશે 100 ટકા ટેરિફ, આ દિવસથી થશે લાગુ.
Borivali Navratri 2025 આ અદ્ભુત સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થા નવરાત્રીને સુપરહીટ બનાવી રહી છે. આ ઉત્સવનું આયોજન શો ગ્લીટ્ઝ ઈવેન્ટ્સ દ્વારા કરવામાં આવ્યું છે, જેણે છેલ્લાં આઠ વર્ષથી સતત સુપરહિટ નવરાત્રિનું આયોજન કર્યું છે