Site icon

India: બુલેટ ટ્રેનની રાહ જોનારાઓ માટે સારા સમાચાર: આ તારીખ થી શરૂ થશે પ્રથમ સફર; રેલવે મંત્રીએ જાહેર કરી નવી ડેડલાઇન.

જાન્યુઆરીમાં શરૂ થશે દેશની પ્રથમ ‘વંદે ભારત સ્લીપર’ ટ્રેન; મુંબઈ-અમદાવાદ વચ્ચે માત્ર 2 કલાકમાં પૂર્ણ થશે મુસાફરી.

India બુલેટ ટ્રેનની રાહ જોનારાઓ માટે સારા સમાચાર આ તારીખ થી

India બુલેટ ટ્રેનની રાહ જોનારાઓ માટે સારા સમાચાર આ તારીખ થી

News Continuous Bureau | Mumbai

India  રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે કે ભારતનો ડ્રીમ પ્રોજેક્ટ ‘બુલેટ ટ્રેન’ હવે અંતિમ તબક્કામાં છે. 15 ઓગસ્ટ 2027ના રોજ દેશની પ્રથમ બુલેટ ટ્રેન મુસાફરો માટે ખુલ્લી મૂકવામાં આવશે. શરૂઆતમાં આ ટ્રેન સુરતથી વાપી વચ્ચેના 100 કિલોમીટરના સેક્શન પર દોડશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મુંબઈથી અમદાવાદનું 508 કિલોમીટરનું અંતર માત્ર 2 કલાક અને 17 મિનિટમાં કાપી શકાશે.

Join Our WhatsApp Community

બુલેટ ટ્રેન: સુરત-વાપી સેક્શનથી થશે શરૂઆત

રેલવે મંત્રીએ જણાવ્યું કે પ્રોજેક્ટ તબક્કાવાર શરૂ કરવામાં આવશે. અગાઉ સુરતથી બિલીમોરા (50 કિમી) સુધી ટ્રેન ચલાવવાની યોજના હતી, પરંતુ હવે ઓગસ્ટ 2027માં તેને સીધી સુરતથી વાપી (100 કિમી) વચ્ચે શરૂ કરવામાં આવશે. આ ટ્રેન 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે તૈયાર કરવામાં આવી છે.

વંદે ભારત સ્લીપર: જાન્યુઆરીમાં ઉદ્ઘાટન

સ્વદેશી ટેકનોલોજીથી બનેલી વંદે ભારત સ્લીપર ટ્રેનનું 180 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ સફળ રહ્યું છે. દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન ગુવાહાટીથી કોલકાતા વચ્ચે ચલાવવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદી 15 થી 20 જાન્યુઆરી 2026 ની વચ્ચે આ ટ્રેનનું ઉદ્ઘાટન કરે તેવી શક્યતા છે. આગામી એક વર્ષમાં કુલ 12 વંદે ભારત સ્લીપર ટ્રેનો પાટા પર ઉતરશે.

આ સમાચાર પણ વાંચો : Rajat Bedi in Don 3: ‘ડોન ૩’ કાસ્ટિંગ અપડેટ: રજત બેદી ની થઇ ફરહાન અખ્તર ની ફિલ્મ માં એન્ટ્રી! આ અભિનેતા નું લઇ શકે છે સ્થાન

વંદે ભારત સ્લીપર ટ્રેનનું ભાડું

ગુવાહાટીથી કોલકાતા વચ્ચે મુસાફરી કરનારા મુસાફરો માટે અંદાજિત ભાડું નીચે મુજબ રહેશે:
થર્ડ એસી (3rd AC): ₹2,300
સેકન્ડ એસી (2nd AC): ₹3,000
ફર્સ્ટ એસી (1st AC): ₹3,600

 

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Sarfaraz Khan: સરફરાઝ ખાનનું તોફાન પણ તકનો દુકાળ! દિલીપ વેંગસરકરે સિલેક્ટર્સને લીધા આડેહાથ, કહ્યું- “આ શરમજનક છે.”
Switzerland Bar Explosion: સ્વિટ્ઝરલેન્ડમાં નવા વર્ષની ઉજવણી માતમમાં ફેરવાઈ: ક્રાન્સ મોન્ટાનાના બારમાં ભીષણ બ્લાસ્ટ; અનેક લોકોના મોતની આશંકા
Exit mobile version