Site icon

Char Dham Yatra 2025: ઘણા ઘોડા-ખચ્ચરોમાં ઇન્ફ્લુએન્ઝા વાયરસ H3N8ની પુષ્ટિ, 2009માં આ વાયરસને કારણે 100થી વધુ પશુઓના મોત થયા હતા.

Char Dham Yatra 2025: H3N8 વાયરસથી સંક્રમિત ઘોડા અને ખચ્ચરોમાં ઘણા લક્ષણો જોવા મળ્યા છે. જેને કારણે ચાર ધામની યાત્રા સંદર્ભે હવે પ્રશ્ન નિર્માણ થયો છે.

Char Dham Yatra 2025: Influenza Virus H3N8 Confirmed in Many Horses and Mules, Over 100 Deaths in 2009

Char Dham Yatra 2025: Influenza Virus H3N8 Confirmed in Many Horses and Mules, Over 100 Deaths in 2009

News Continuous Bureau | Mumbai

Char Dham Yatra 2025:  ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા શરૂ થવા પહેલા એક મોટો પડકાર સામે આવ્યો છે. યાત્રામાં ઉપયોગમાં લેવાતા ઘોડા-ખચ્ચરોમાં ઇન્ફ્લુએન્ઝા વાયરસ H3N8 (Influenza Virus H3N8) જોવા મળ્યો છે. પશુપાલન વિભાગની રિપોર્ટ અનુસાર, આ વાયરસના સંક્રમણની પુષ્ટિ થયા પછી અત્યાર સુધી એક ડઝનથી વધુ ઘોડા અને ખચ્ચરોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. આ વાયરસના પહેલા પણ 2009માં કેસો સામે આવ્યા હતા, જેમાં 100થી વધુ ઘોડા-ખચ્ચરોના મોત થયા હતા.

Join Our WhatsApp Community

 

H3N8 વાયરસ શું છે?

H3N8 એક પ્રકારનો ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે, જે મુખ્યત્વે ઘોડા, ખચ્ચરો, પક્ષીઓ અને કૂતરાઓને અસર કરે છે. પશુપાલન મંત્રી સોરભ બહુગુણા (Saurabh Bahuguna)એ જણાવ્યું કે આ વાયરસ સંક્રમિત પ્રાણીઓની ઉધરસ, છીંક, દૂષિત પાણી, ચારો અથવા ઉપકરણોના સંપર્કમાં આવવાથી ફેલાય છે. ખાસ કરીને ભીડભાડવાળા તબેલાઓમાં, સ્પર્ધાઓમાં અને યાત્રા માર્ગોમાં આ વાયરસ ઝડપથી ફેલાઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Waqf Amendment: વક્ફ સુધારા બિલમાં શું છે સેકશન 40, જેને કારણે મુસલમાનો ગિન્નાયા છે…

સરકારએ હવે ઝડપથી પગલાં લીધા છે. 

પશુપાલન મંત્રી સોરભ બહુગુણાએ જણાવ્યું કે અન્ય રાજ્યોમાંથી આવતા ઘોડા અને ખચ્ચરો માટે સંબંધિત રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર મોકલવામાં આવ્યા છે. પત્રમાં આ નિર્દેશ આપવામાં આવ્યો છે કે યાત્રામાં ભાગ લેતા તમામ ઘોડા-ખચ્ચરોને હેલ્થ ફિટનેસ પ્રમાણપત્ર સાથે જ મોકલવામાં આવે. જો કોઈ પ્રાણી પાસે પ્રમાણપત્ર નહીં હોય તો તેને યાત્રામાં સામેલ નહીં કરવામાં આવે.

Indian Navy in Hormuz: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ભારતનો માસ્ટરપ્લાન; ૭ યુદ્ધજહાજો કરશે તેલના ટેન્કરોનું રક્ષણ, જાણો કેવી છે દરિયાઈ વ્યૂહરચના.
Diego Garcia Missile Attack: ઈરાનનો અમેરિકા પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો: હિંદ મહાસાગરમાં અમેરિકી બેઝ પર મિસાઈલ વર્ષા; શું હવે ટ્રમ્પ આપશે જડબાતોડ જવાબ?
US Lift Iran Oil Sanctions: ‘બજારમાં તેલ-ગેસનો પુરવઠો થશે પૂર્વવત! હોર્મુઝની સામુદ્રધુનીમાં અવરોધ દૂર થવાના સંકેત; અમેરિકાની જાહેરાતથી ભારત સહિત અનેક દેશોને રાહત
LPG Gas Price: ભારતના ૨ ગેસ ટેન્કરો હોર્મુઝની સામુદ્રધુની પાર કરવા સજ્જ; શું હવે ગેસ સિલિન્ડરના ભાવ ઘટશે? જાણો લેટેસ્ટ અપડેટ
Exit mobile version