Commercial LPG Cylinder Price Cut ગેસ સિલિન્ડરના ભાવમાં પલટો! 183.50 સસ્તો થયો કોમર્શિયલ ગેસ, જાણો હવે શું છે કિંમત?

Commercial LPG Cylinder Price Cut ૧ જુલાઈથી દેશમાં નવો ભાવ લાગુ, હોટેલ અને રેસ્ટોરન્ટ ચલાવતા વેપારીઓને મળશે મોટી રાહત

by kalpana Verat
Commercial LPG Cylinder Price Cut  ગેસ સિલિન્ડરના ભાવમાં પલટો!  183.50 સસ્તો થયો કોમર્શિયલ ગેસ, જાણો હવે શું છે કિંમત?

 

News Continuous Bureau | Mumbai

Commercial LPG Cylinder Price Cut ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સામાન્ય જનતા અને વેપારીઓને મોટી રાહત આપતા ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ૧૮૩.૫૦નો ઘટાડો કર્યો છે. કંપનીઓના આ નિર્ણયથી રેસ્ટોરન્ટ, ઢાબા, હોટેલ અને ખાણીપીણીના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને સીધો ફાયદો થશે. કોમર્શિયલ સિલિન્ડરના આ નવા દરો આજથી એટલે કે ૧ જુલાઈ ૨૦૨૬થી સમગ્ર દેશમાં લાગુ થઈ ગયા છે.

Commercial LPG Cylinder Price Cut – હવે ૨૯૩૦માં મળશે ૧૯ કિલોનો કોમર્શિયલ સિલિન્ડર

ઓઇલ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા આ ઘટાડા બાદ હવે ૧૯ કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત ઘટીને ૨૯૩૦ થઈ ગઈ છે. આ કપાત પહેલા આ સિલિન્ડર ૩૧૧૩.૫૦માં મળી રહ્યો હતો. જો કે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આ વખતે ઘરેલું ગ્રાહકોને કોઈ રાહત આપી નથી. ઘરોમાં વપરાતા ૧૪.૨ કિલોના ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તેની કિંમત હજુ પણ ૯૪૨ પર સ્થિર રાખવામાં આવી છે.

Commercial LPG Cylinder Price Cut – ઈરાન પર થયેલા હુમલા બાદ વૈશ્વિક સ્તરે સર્જાયું હતું સંકટ

આ વર્ષે ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ સમગ્ર વિશ્વમાં ઉર્જા સંકટ (Energy Crisis) શરૂ થઈ ગયું હતું. આ હુમલાના જવાબમાં ઈરાને પોતાના નિયંત્રણ હેઠળના ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) પરથી ક્રૂડ ઓઈલ અને ગેસ લઈને જતા જહાજોની અવરજવર બંધ કરી દીધી હતી. સપ્લાય ખોરવાઈ જવાને કારણે સમગ્ર વિશ્વની સાથે ભારતમાં પણ પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં ભારે ઉછાળો આવ્યો હતો.

Commercial LPG Cylinder Price Cut – અગાઉ ૪ ગણા વધારાથી મોંઘો થયો હતો ગેસ, ઘરેલું સિલિન્ડર પણ વધ્યો હતો

સપ્લાય ચેઈન ખોરવાવાને કારણે ભારતમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં અગાઉ સતત ૪ વખત વધારો કરવામાં આવ્યો હતો. ઓઇલ કંપનીઓએ નુકસાનની ભરપાઈ કરવા માટે માર્ચમાં ૧૪૪, એપ્રિલમાં ૧૯૫.૫૦, મે મહિનામાં ૯૯૩ અને જૂનમાં ૪૨નો જંગી વધારો કર્યો હતો. આમ, ૪ વખતમાં કોમર્શિયલ સિલિન્ડર કુલ ૧૩૭૪.૫૦ મોંઘો થયો હતો, જેમાંથી હવે થોડી રાહત મળી છે. બીજી તરફ, ઘરેલું ગેસ સિલિન્ડરમાં પણ માર્ચમાં ૬૦ અને જૂનમાં ૨૯ મળીને કુલ ૮૯નો વધારો ઝીંકવામાં આવ્યો હતો.

👉 આ સમાચાર વાચો:
Afghanistan Airstrike In Pakistan પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને માર્યું! અફઘાનિસ્તાને સરહદ પાર કરી સેના મોકલી કે ડ્રોન? જાણો પાકિસ્તાન પર થયેલી એરસ્ટ્રાઈકની પળેપળની વિગત

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More