News Continuous Bureau | Mumbai
Covid Tender Scam: કોવિડ ટેન્ડર કૌભાંડ (Covid Tender Scam) ના મામલામાં EDની તપાસમાં યાસિર ફર્નિચરવાલા (Yasir Furniturewala) નું નામ સામે આવ્યું છે. ઇડી (ED) ના અધિકારીઓ વરલી (Worli) માં ફર્નિચરવાલાના ઘર પર દરોડા પાડવા ગયા હતા પરંતુ ફર્નિચરવાલા તેના પરિવાર સાથે મુંબઈની બહાર ગયા હોવાથી ED દ્વારા ફર્નિચરવાલાના ઘરને અસ્થાયી ધોરણે સીલ કરી દેવામાં આવ્યું છે.
ફર્નિચરવાલા પરિવાર સાથે વિદેશ ગયા હોવાથી તપાસ અપુર્ણ
યાસીર ફર્નિચરવાલા મહાનગર પાલિકાનો લાયસન્સધારક કોન્ટ્રાક્ટર છે અને મહાનગર પાલિકાના મોટા ભાગના કામો ફર્નિચરવાલાને આપવામાં આવે છે. તેમજ ફર્નીચરવાલાના મનપાના અધિકારીઓ સાથે સારા અને આર્થિક સંબંધો હોવાની માહિતી બહાર આવી રહી છે.
EDની તપાસમાં યાસિર ફર્નિચરવાલાનું નામ સામે આવતાં જ EDની એક ટીમ વરલીમાં યાસિર ફર્નિચરવાલાના ફ્લેટમાં ગઈ હતી, પરંતુ ફર્નિચરવાલા પરિવાર સાથે વિદેશ ગયા હોવાથી EDના અધિકારીઓએ ફર્નીચરવાલા વિદેશથી આવે ત્યાં સુધી ફ્લેટને હંગામી ધોરણે સીલ કરી દીધો છે. સૂત્રોએ જણાવ્યું કે ફર્નિચરવાલા ઘરે આવ્યા બાદ ED ફર્નિચરવાલાના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરશે અને ફર્નિચરવાલાનું નિવેદન નોંધવામાં આવશે.