Site icon

Sameer Wankhede: દિલ્હી હાઇકોર્ટ એ શાહરૂખ-ગૌરી વિરુદ્ધ વાનખેડેની અરજી પર ઉઠાવ્યા સવાલ, જાણો સમગ્ર મામલો

NCBના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે દ્વારા ગૌરી ખાન અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ સામે દાખલ કરવામાં આવેલી માનહાનિની ​​અરજીની સ્વીકાર્યતા અંગે દિલ્હી હાઈકોર્ટે સવાલો કર્યા છે

Sameer Wankhede દિલ્હી હાઇકોર્ટ એ શાહરૂખ-ગૌરી વિરુદ્ધ વાનખેડેની અરજી પર ઉઠાવ્યા સવાલ

Sameer Wankhede દિલ્હી હાઇકોર્ટ એ શાહરૂખ-ગૌરી વિરુદ્ધ વાનખેડેની અરજી પર ઉઠાવ્યા સવાલ

News Continuous Bureau | Mumbai
Sameer Wankhede દિલ્હી હાઈકોર્ટે NCBના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના મુકદ્દમાની અરજીની સ્વીકાર્યતા પર સવાલો ઉઠાવ્યા છે. સમીર વાનખેડેએ શાહરૂખ ખાન અને તેમની પત્ની ગૌરી ખાનની માલિકીની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને નેટફ્લિક્સ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. તેમનો આરોપ છે કે આ કંપનીઓએ તેમની સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ માં કથિત રીતે તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે. ઉલ્લેખનીય છે કે આ સિરીઝ આર્યન ખાન દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : OpenAI: એ લોન્ચ કર્યું ફીચર,જાણો કેવી રીતે થશે તેનો ઉપયોગ

Join Our WhatsApp Community

કોર્ટે સંશોધન માટે આપ્યો સમય

મીડિયા રિપોર્ટ મુજબ ન્યાયમૂર્તિ પુરુષેન્દ્ર કુમાર કૌરવે વાનખેડેના વકીલને સવાલ કર્યો કે આ અરજી દિલ્હીમાં કેવી રીતે સ્વીકાર્ય છે? તેના જવાબમાં વાનખેડેના વકીલ એ કહ્યું કે આ વેબ સિરીઝ દિલ્હી સહિત તમામ શહેરો માટે છે અને અધિકારીને અહીં બદનામ કરવામાં આવ્યા છે.જોકે, વકીલે કહ્યું કે તેઓ તેમની અરજીમાં સંશોધન (Amendment) કરશે. ત્યારબાદ કોર્ટે તેમને ફરીથી સાચી અરજી દાખલ કરવા માટે સમય આપ્યો છે, જેના પછી જ કોર્ટ આ મામલે સુનાવણી કરશે. કોર્ટના આ નિર્ણયથી હાલ પૂરતી કેસની સુનાવણી ટળી ગઈ છે.

Venezuela Oil India: ભારત માટે ખુલી શકે છે વેનેઝુએલાના તેલના દ્વાર, ટ્રમ્પ પ્રશાસન મંજૂરી આપવા તૈયાર, પણ રાખવામાં આવી આ મોટી શરત!
Hrithik Roshan birthday special: પહેલી કમાણી માત્ર 100, આજે વર્ષે કમાય છે કરોડો! જાણો કેવી રીતે ઋતિક રોશને ઉભું કર્યું 3100 કરોડનું સામ્રાજ્ય
The Raja Saab: ‘ધ રાજા સાબ’ ના રિલીઝ દિવસે થિયેટરમાં જોવા મળ્યો અજીબ નજારો, પ્રભાસના ફેન્સ મગર લઈને પહોંચ્યા!જાણો વાયરલ વિડીયો ની હકીકત
The Raja Saab Movie Review: પ્રભાસનો સ્ટાઈલિશ લુક પણ નબળી વાર્તાને બચાવી શક્યો નહીં, દર્શકોની ધીરજની આકરી કસોટી કરતી ફિલ્મ
Exit mobile version