News Continuous Bureau | Mumbai
Delhi: દિલ્હીના દ્વારકા સાઉથમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.પોલીસના જણાવ્યા પ્રમાણે 12માં ધોરણમાં ભણતા વિદ્યાર્થી સાથે માત્ર મારપીટ કરવામાં નથી આવી પરંતુ તેની આંગળી પણ કાપી નાખવામાં આવી છે. જેમાં પીડિત વિદ્યાર્થીનો વાંક એ હતો કે તે તેની સાથે ભણતી વિદ્યાર્થીની (છોકરી) સાથે તે વાત કરતો હતો. આરોપીએ પણ આ જ શાળામાં અભ્યાસ કર્યો છે અને હાલમાં તેનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.
કથિત ઘટના 21 ઓક્ટોબરે બની હતી. પોલીસે જણાવ્યું કે પીડિત એટલો ડરી ગયો હતો કે તેણે તેના માતા-પિતાને આ હુમલા વિશે જણાવ્યું ન હતું અને દાવો કર્યો હતો કે તેની આંગળી મોટરસાઇકલની ચેઇનથી કપાઈ ગઈ છે. શુક્રવારે, પિડિતે તેના માતાપિતાને આ ઘટના વિશે જણાવ્યું હતું, જે બાદ પિડિતના માતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં માતા પિતાએ કહ્યું કે આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે.
એફઆઈઆર નોંધવામાં આવી છે અને આરોપોની ચકાસણી કરવામાં આવશે..
પીડિતએ પોલીસને જણાવ્યું કે આરોપી તેને સ્કૂલની બહાર મળ્યો અને તેને એક પાર્કમાં લઈ ગયો. આરોપીએ પીડિત છોકરાની તેના ટ્યુશન ક્લાસની છોકરી સાથેની મિત્રતા સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેના પર પથ્થર વડે હુમલો કર્યો હતો. પોલીસે કહ્યું કે એફઆઈઆર નોંધવામાં આવી છે અને આરોપોની ચકાસણી કરવામાં આવી રહી છે.