Site icon

Delhi: ચોંકવનાર.. છોકરી સાથે વાત કરવા બદલ, જુનિયર છોકરાની કાપી આંગળી.. જાણો વિગતે..

Delhi: દિલ્હીના દ્વારકા સાઉથમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.પોલીસના જણાવ્યા પ્રમાણે 12માં ધોરણમાં ભણતા વિદ્યાર્થી સાથે માત્ર મારપીટ કરવામાં નથી આવી પરંતુ તેની આંગળી પણ કાપી નાખવામાં આવી છે.

Mumbai Crime : Air hostess found dead in Mumbai flat, cleaner arrested

Mumbai Crime : Air hostess found dead in Mumbai flat, cleaner arrested

News Continuous Bureau | Mumbai 

Delhi: દિલ્હીના દ્વારકા સાઉથમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.પોલીસના જણાવ્યા પ્રમાણે 12માં ધોરણમાં ભણતા વિદ્યાર્થી સાથે માત્ર મારપીટ કરવામાં નથી આવી પરંતુ તેની આંગળી પણ કાપી નાખવામાં આવી છે. જેમાં પીડિત વિદ્યાર્થીનો વાંક એ હતો કે તે તેની સાથે ભણતી વિદ્યાર્થીની (છોકરી) સાથે તે વાત કરતો હતો. આરોપીએ પણ આ જ શાળામાં અભ્યાસ કર્યો છે અને હાલમાં તેનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.

Join Our WhatsApp Community

કથિત ઘટના 21 ઓક્ટોબરે બની હતી. પોલીસે જણાવ્યું કે પીડિત એટલો ડરી ગયો હતો કે તેણે તેના માતા-પિતાને આ હુમલા વિશે જણાવ્યું ન હતું અને દાવો કર્યો હતો કે તેની આંગળી મોટરસાઇકલની ચેઇનથી કપાઈ ગઈ છે. શુક્રવારે, પિડિતે તેના માતાપિતાને આ ઘટના વિશે જણાવ્યું હતું, જે બાદ પિડિતના માતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં માતા પિતાએ કહ્યું કે આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે.

એફઆઈઆર નોંધવામાં આવી છે અને આરોપોની ચકાસણી કરવામાં આવશે..

પીડિતએ પોલીસને જણાવ્યું કે આરોપી તેને સ્કૂલની બહાર મળ્યો અને તેને એક પાર્કમાં લઈ ગયો. આરોપીએ પીડિત છોકરાની તેના ટ્યુશન ક્લાસની છોકરી સાથેની મિત્રતા સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેના પર પથ્થર વડે હુમલો કર્યો હતો. પોલીસે કહ્યું કે એફઆઈઆર નોંધવામાં આવી છે અને આરોપોની ચકાસણી કરવામાં આવી રહી છે.

March 1 Rule Changes 2026: ટ્રેન ટિકિટથી લઈને WhatsApp અને UPI સુધી; તમારા ખિસ્સા પર પડશે સીધી અસર.
Middle East War Tensions: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધનો ભણકારો ટ્રમ્પની ધમકી બાદ ભારત સહિત અનેક દેશોએ દૂતાવાસ ખાલી કર્યા; દુનિયાભરમાં હાઈ એલર્ટ!.
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનો પાકિસ્તાનને ટેકો! અફઘાન યુદ્ધ વચ્ચે શહબાઝ શરીફની પીઠ થાબડી; જાણો અમેરિકાના વલણથી કેવી રીતે બદલાશે જંગ
India EU Free Trade Agreement 2026: ભારતીય વેપારીઓની લોટરી લાગી! યુરોપમાં ટેક્સ વગર માલ વેચવાની મળી છૂટ; ભારત-EU વચ્ચેની ડીલથી બદલાઈ જશે અર્થતંત્ર
Exit mobile version