
ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠક પર મતદાન શરૂ.
News Continuous Bureau | Mumbai
સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત (Gujarat) ની 89 વિધાનસભા બેઠકો પર મતદાન (Voting) શરૂ થઇ ગયુ છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના આ પહેલા તબક્કામાં 19 જિલ્લામાં 788 ઉમેદવારો મેદાને છે.
સવારે 8.00 વાગે મતદાન શરૂ થઈ જશે, જે સાંજે 5.00 વાગે પૂર્ણ થશે.
પ્રથમ તબક્કામાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કુલ 19 જિલ્લાઓમાં મતદાન
આ સમાચાર પણ વાંચો: Cool jobs : તમે અહીંયા કરો કામ – 100 કંપનીઓ કર્મચારીઓને અઠવાડિયામાં ત્રણ દિવસની રજા આપે છે
પ્રથમ તબક્કામાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, અને વલસાડ જિલ્લામાં મતદાન
કુલ બે કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
આ કુલ મતદારોમાં 1 કરોડ 24 લાખ 33 હજાર 362 પુરૂષ મતદારો, 1 કરોડ 15 લાખ 42 હજાર 811 મહિલા મતદારો સામેલ છે.
સર્વિસ વોટર હેઠળ પ્રથમ તબક્કામાં 9 હજાર 371 પુરૂષ અને 235 મહિલા મતદારો મળી 9 હજાર 606 સર્વિસ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
પ્રથમ તબક્કામાં 3 હજાર 331 મતદાન મથક સ્થળો પર 9,014 મતદાન મથકો આવેલા છે.
આ સમાચાર પણ વાંચો: Train accident : બંગાળમાં સિયાલદહ સ્ટેશન પાસે બે લોકલ ટ્રેનની ટક્કર, મોટી દુર્ઘટના ટળી. જુઓ વિડીયો