News Continuous Bureau | Mumbai
શરદ પવારે સાર્વજનિક રીતે ગૌતમ અદાણી નો પક્ષ લીધો છે. આ ઉપરાંત તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ઉદ્યોગપતિઓને નિશાનો બનાવીને કંઈ ચાલવાનું નથી. બીજી તરફ અત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. શરદ પવારના ભત્રીજા અજીત સવારે પોતાના સોશિયલ મીડિયા પરથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું નિશાન હટાવી દીધું છે.
આવા મહત્વપૂર્ણ સમયે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મુંબઈ આવી પહોંચ્યા છે. તેમ જ તેઓએ શરત પવારની તેમના સત્તાવાર નિવાસ્થાન સિલ્વર ઓક ખાતે મુલાકાત કરી. આ મીટીંગ સંદર્ભે અત્યાર સુધી કોઈ જાણકારી બહાર આવી નથી.
ઉલ્લેખનીય છે કે વિરોધી પક્ષ નેતાઓએ અદાણી પર જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની માંગણી કરી છે. આવા નાજુક સમયે તેમની શરત પવાર સાથેની મુલાકાત મહત્વપૂર્ણ માની શકાય છે.
Join Our WhatsApp Communityगौतम अडानी ने कि शरद पवार से सिल्वर ओक पर मुलाकात#gautamadani #SharadPawar pic.twitter.com/qtHESvkQ35
— Hindusthan Post (@HindusthanPostH) April 20, 2023
