News Continuous Bureau | Mumbai
ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ને (Gujarat Assembly Elections) હવે થોડાંક દિવસો જ બાકી છે ત્યારે ભાજપે (BJP) આજે વધુ 6 ઉમેદવારોની યાદી (List of candidates) જાહેર કરી છે. આ અગાઉ ભાજપે 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આમ ભાજપે અત્યાર સુધીમાં 166 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જોકે હજુ 16 ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે.
આજે જાહેર કરાયેલા ઉમેદવારોની યાદી
- ડેડિયાપાડાથી હિતેશ વસાવા (Hitesh Vasava)
- ખંભાળિયાથી મુળુભાઈ બેરા (mulubhai bera)
- ધોરાજીથી મહેન્દ્ર પાડલિયા (Mahendra Padalia)
- ભાવનગર પૂર્વથી સેજલ પંડ્યા (Sejal Pandya)
- કુતિયાણાથી ઢેલી બેન ઓડેદરા (dheliben odedara)
- ચોર્યાસીથી સંદીપ દેસાઈ (Sandeep Desai)