News Continuous Bureau | Mumbai
રાહુલ ગાંધીએ શું કહ્યું?
પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં રાહુલ ગાંધીએ અદાણી કંપની અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે અદાણી એક શેલ કંપની છે. કોઈએ તેમાં 20 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ પૈસા અદાણીના નથી, બીજા કોઈના છે. તો સવાલ એ છે કે આ 20 હજાર કરોડ રૂપિયા કોના છે? મેં સંસદમાં પુરાવા દીધા અને મીડિયા રિપોર્ટ્સ રજૂ કર્યા. મેં અદાણી અને મોદીના સંબંધો વિશે વિગતવાર વાત કરી. આ સંબંધો નવા નથી, જૂના છે. મેં આ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો.’
આ સમાચાર પણ વાંચો : મુંબઈ નગરપાલિકામાં 12,000 કરોડની ગેરરીતિ; CAG રિપોર્ટના તારણો
આગળ રાહુલ ગાંધીએ કહ્યું, ‘હું કોઈ વાતથી ડરતો નથી. તમે મને જેલમાં નાખીને મને ડરાવી શકતા નથી, આ મારો ઇતિહાસ નથી. હું ભારત માટે લડતો રહીશ. મને સંસદમાં બોલવા દેવામાં આવ્યો ન હતો. મેં સંસદના અધ્યક્ષને પણ આવો જ પત્ર લખ્યો હતો, પરંતુ તેમણે જવાબ આપ્યો ન હતો. મારું ભાષણ સંસદમાંથી હટાવી દેવામાં આવ્યું. પણ હું પ્રશ્નો પૂછવાનું બંધ નહિ કરું.’
“મેં પહેલાં કહ્યું છે કે તમામ સમાજ એક છે, બધાએ સાથે ચાલવું જોઈએ, ભાઈચારો હોવો જોઈએ, બધામાં પ્રેમ હોવો જોઈએ, નફરત ન હોવી જોઈએ, હિંસા ન હોવી જોઈએ. આ ઓબીસીનો મામલો નથી, પણ મોદી-અદાણી સંબંધોનો મામલો છે. મારે ફક્ત આનો જવાબ જોઈએ છે, અદાણી પાસે 20 હજાર કરોડ ક્યાંથી આવ્યા?’, રાહુલે કહ્યું.