News Continuous Bureau | Mumbai
ભારતમાં ભલે ચૂંટણી ચાલુ હોય વિદેશની ધરતી ઉપર જોરદાર ઓપરેશન ચાલુ છે. પાકિસ્તાનના લાહોરમાં ડોન અમીર સરફરાજ ની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ એ વ્યક્તિ છે જેણે આઈએસઆઈ ના કહેવા પર પાકિસ્તાનની લખપત જેલમાં સરબજીતની હત્યા કરી હતી.
Indian operation: કોણ હતો ડોન અમીર સરફરાજ.
અમીર સરફરાજ પાકિસ્તાનનો એક ભૂખ્યાત ડોન હતો તેમ જ તે પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઈએસઆઈ માટે પણ કામ કરતો હતો. તેણે ભારતના નાગરિક સરબજીતને તડપાવીને માર્યો હતો. પ્લાસ્ટિકની થેલી થી મોઢું રૂંધીને તેની હત્યા કરી હતી. હકીકતે સરબજિત 1990 માં ભૂલથી પાકિસ્તાન પહોંચી ગયો હતો અને ત્યારબાદ તે પાકિસ્તાનની જેલમાં હતો. અહીં લખપત જેલ ખાતે તેની બેહેમીથી પિટાઈ કરવામાં આવી અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી. આ હત્યા ડોન અમીરે કરાવી હતી.
આ સમાચાર પણ વાંચો : Iran Attack On Israel : ઈરાનનો ઈઝરાયેલ પર મોટો હુમલો, જોર્ડન, લેબનોને એરસ્પેસ બંધ કરી દીધી, આઈડીએફ હાઈ એલર્ટ પર…
Indian operation: પાકિસ્તાનમાં એક પછી એક સાફ થઈ રહ્યા છે ભારતના દુશ્મનો.
ગત એક વર્ષથી વિશ્વભરમાં ભારતના જેટલા પણ દુશ્મનો છે તે તમામ એક પછી એક સ્વધામ પહોંચી રહ્યા છે. જે કડીમાં ડોન આમિર નો પણ નંબર લાગી ગયો છે. ઉલ્લેખનીય છે કે કેનેડા જેવા દેશે ભારત પર વિદેશની ધરતી પર હત્યાનો બોગસ તેમજ પુરાવા વિનાનો આધાર વગર આરોપ લગાડ્યો હતો.
