News Continuous Bureau | Mumbai
Maharashtra Politics : શરદ પવારે પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરીને કહ્યું છે કે તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાઓના વર્તનથી ખુશ નથી. આ ઉપરાંત તેમણે કહ્યું કે તેઓ સહમત નથી અને તેઓ જનતાની અદાલતમાં જશે. પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે વર્ષ 1980 માં તેમણે આવી પરિસ્થિતિનો સામનો કર્યો છે અને તેમને બરાબર ખબર છે કે આવી પરિસ્થિતિનો જવાબ શી રીતે આપવો. તેમણે કહ્યું કે તેઓ આવતીકાલથી જનયાત્રાઓ શરૂ કરશે. તેમ જ લોકોને પોતાની પરિસ્થિતિ જણાવશે.
તેમને એવું પણ કહ્યું કે મોજુદા પરિસ્થિતિમાં તેઓ કાયદાનો સહારો લેવા માંગતા નથી. આ ઉપરાંત તેમણે દાવો કર્યો કે અમુક ધારાસભ્યો તેમની પાસે પાછા આવશે. પ્રફુલ પટેલ અને સુનિલ તટકરે સંદર્ભે તેમણે જણાવ્યું કે આ બંને નેતાઓ પાર્ટીના મહાસચિવ છે. આથી તેમણે કરેલું કાર્ય એ ખોટું છે.
