News Continuous Bureau | Mumbai
Maharasthra Politics : Ajit Pawar આ વખતે અજીત પવારે રાત્રીના અંધારામાં નહીં પરંતુ દિવસે શપથ લીધા છે. એવું માનવામાં આવે છે કે આ સરકાર શરદ પવારની પરવાનગી વિના આ સરકાર શક્ય નથી. આનુ પ્રમુખ કારણ એમ છે કે અજીત પવારના નિવાસ સ્થાને જે બેઠક થઈ તે બેઠકમાં સુપ્રીયા સુળે હાજર હતા. જોકે તેઓ રાજ ભવન ન ગયા પરંતુ આ બેઠક પત્યા પછી તેઓ ચાલી ગયા અને તમામ નેતા મંત્રી બની ગયા. આ ઉપરાંત પ્રફુલ પટેલ કે જેઓ શરદ પવારના ખાસ ગણાય છે તેઓ પણ શપદ ગ્રહણ સમારોહ માં શામેલ હતાં.
બીજી તરફ શરદ પવાર પોતાના પૂના સ્થિત નિવાસસ્થાને થી બહાર આવ્યા પરંતુ મિડીયા સાથે વાત કરી નથી.
આ પરિસ્થિતીમાં એવું લાગે છે કે અજીત પવારનું પગલું શરદ પવારની પરવાનગી સાથે લીધું હોય તેવું જણાય છે.
