Site icon

Maharashtra Politics : શરદ પવાર મહારાષ્ટ્રની રાજનીતિના ચાણક્ય કહેવાય? શકુની કહેવાય? કે પછી પપ્પુ…. જે તેમણે જીવનભર કર્યું તે તેમનો ભત્રીજો કરી ગયો…

Maharashtra Politics : રાજનીતિમાં કહેવાય છે કે જેવું કરો છો તેવું લણો છો.

Sharad Pawar Resigns As NCP President: From Ajit Pawar To Supriya Sule and Jayant Patil, List of Probable

શરદ પવારે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, હવે કોણ લેશે તેમનું સ્થાન?.. આ નામો છે ચર્ચામાં..

News Continuous Bureau | Mumbai

Maharashtra Politics :  શરત સવારે પોતાના રાજનૈતિક જીવન દરમિયાન અનેક પાર્ટિઓનું ઉઠમણું કરી નાખ્યું.  અનેક નેતાઓને ઘર ભેગા કર્યા. અનેક મુખ્યમંત્રીને છૂટા કર્યા. પરંતુ તેઓ હંમેશા સત્તામાં  રહ્યાં. હવે જ્યારે તેમની રાજનીતિ કારકિર્દી અંતિમ પડાવ પર પહોંચી છે ત્યારે  તેમનું રાજનૈતિક ચરિત્ર કેવું કહેવાશે?

Join Our WhatsApp Community

 શું તેઓ મહારાષ્ટ્રની રાજનીતિના ચાણક્ય છે?

 શરદ પવારે મહારાષ્ટ્રમાં એવી રાજનીતિ રમી જેને કારણે તેઓ હંમેશાં સત્તામાં રહ્યા.  દેવેન્દ્ર ફળણવીશ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પાંચ વર્ષનો કાર્યકાળ બાદ કરતા તેઓ હંમેશા સત્તામાં  રહ્યાં.  કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં તેમને મલાઈદાર પદ મળ્યા.  આ ઉપરાંત તેમણે રાજનીતિમાં હંમેશા પોતાના વિરોધીઓને ધૂળ ચટાડી.  તેઓ કદી ચૂંટણી હાર્યા નથી.  આ કારણથી  તેઓને ચાણક્ય કહી શકાય. 

 શું તેઓ મહારાષ્ટ્રની રાજનીતિના શકુની મામા છે?

 મહારાષ્ટ્રની રાજનીતિમાં તેઓ ઉદ્ધવ ઠાકરેના ગુરુ બન્યા.  એક સમયે તેઓ સોનિયા ગાંધીના માર્ગદર્શક હતા. . તેમણે પોતાની કારકિર્દી દરમિયાન સોનિયા ગાંધીને અંગૂઠો બતાવ્યો અને ત્યાર પછી તેમની સાથે સત્તા પણ મેળવી.  હવે ઉદ્ધવ ઠાકરેને તેમણે આખા રાજ્યમાં ફેરવ્યા અને તેઓ પોતે રામ ભરોસે બેસી ગયા.  આ કારણે ઉદ્ધવ ઠાકરીની હવા નીકળી ગઈ હશે.  તેમનો આ ચરિત્ર જોયા પછી શું તેમને શકુની કહી શકાય?

 શું તેઓ મહારાષ્ટ્રની રાજનીતિના પપ્પુ છે?

 શરદ પવારે પોતાની રાજનૈતિક કારકિર્દી દરમિયાન અનેક નેતાઓને ઘર ભેગા કર્યા.  ત્યારે તેમના ભત્રીજા અજીત પવારે આખે આખી પાર્ટી ઉડાવી દીધી.  આ પરિસ્થિતિને જોતા શું તેઓ મહારાષ્ટ્રની રાજનીતિના પપ્પુ કહેવાય?

 કહેવાય છે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ.  ઉપરનો લેખ વાંચ્યા પછી તમને શરદ પવાર જે કેટેગરીમાં લાગે તે કેટેગરીમાં માનસિક રીતે સેટ કરવા. 

Badrinath-Kedarnath Entry Rules: બદરીનાથ અને કેદારનાથ ધામમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત, જાણો મંદિર સમિતિએ કેમ લીધો આ કડક નિર્ણય
US-India Trade Deal Controversy: વ્હાઇટ હાઉસમાં ભારત વિરુદ્ધ ગેમ પ્લાન? ઓડિયો ક્લિપ લીક થતા ખળભળાટ; જાણો કોણે અને કેમ અટકાવી ભારત-યુએસ ટ્રેડ ડીલ
Republic Day 2026: આકાશી આફતથી લઈને જમીની હુમલા સુધી ભારત સજ્જ: દિલ્હીમાં લોખંડી બંદોબસ્ત; ચિલ્લા બોર્ડર પર દરેક વાહનનું થશે ચેકિંગ.
Republic Day Security: ૨૬ જાન્યુઆરીએ દહેશત ફેલાવવાનું પાકિસ્તાની કાવતરું નિષ્ફળ; ૨.૫ કિલો RDX સાથે ૪ આતંકીની ધરપકડથી ખળભળાટ.
Exit mobile version