News Continuous Bureau | Mumbai
નવા વર્ષની પાર્ટી દરમિયાન ધડાકો
Switzerland Bar Explosion સ્વિસ પોલીસના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ સ્વિટ્ઝરલેન્ડના વાલિસ કેન્ટનમાં આવેલા લક્ઝરી રિસોર્ટ ક્રાન્સ મોન્ટાનામાં આ દુર્ઘટના બની હતી. ૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ વહેલી સવારે આશરે ૧:૩૦ વાગ્યે જ્યારે પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે ‘લે કોન્સ્ટેલેશન’ (Le Constellation) નામના બારમાં જોરદાર ધડાકો થયો હતો.
જાનહાનિ અને ઇજાગ્રસ્તો
પોલીસ પ્રવક્તા ના જણાવ્યા મુજબ, બ્લાસ્ટમાં અનેક લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે આખી ઇમારત આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. સ્થાનિક મીડિયા દ્વારા જારી કરવામાં આવેલા ફૂટેજમાં બિલ્ડિંગ બળીને ખાખ થતી અને ઇમરજન્સી સેવાઓના વાહનો જોઈ શકાય છે.
આ સમાચાર પણ વાંચો : Rupee vs Dollar Rate 2026: નવા વર્ષના પહેલા જ દિવસે બજારમાં મોટી હલચલ! સોનું-ચાંદી સસ્તું થયું, શેરબજારે રચ્યો ઇતિહાસ; જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર.
બચાવ કામગીરી અને તપાસ
ઘટનાસ્થળે પોલીસ અને ફાયર ફાઇટરની ટીમો તૈનાત છે. બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ છે. બ્લાસ્ટ પાછળનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, અને પોલીસ આ ઘટના આકસ્મિક છે કે કોઈ ષડયંત્ર તેના પર તપાસ કરી રહી છે.ક્રાન્સ મોન્ટાના એ સ્વિટ્ઝરલેન્ડનું એક ખૂબ જ વૈભવી અને પ્રખ્યાત આલ્પાઇન સ્કી રિસોર્ટ છે, જ્યાં નવા વર્ષ દરમિયાન વિશ્વભરના પ્રવાસીઓ મોટી સંખ્યામાં એકઠા થાય છે.