News Continuous Bureau | Mumbai
TikTok Deal અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોકને લઈને એક મોટું એલાન કર્યું છે. તેમણે ગુરુવારે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં ટિકટોકના અમેરિકી ઓપરેશન્સને વેચવાની મંજૂરી આપવામાં આવી છે. એટલે કે, ટિકટોકનું અમેરિકન ઓપરેશન કોઈ અમેરિકન ઇન્વેસ્ટર ગ્રુપને વેચવાની મંજૂરી મળી ગઈ છે. અમેરિકાએ લાંબા સમયથી ટિકટોકને દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો હતો. આ ડીલથી એપને અમેરિકામાં બેન થવાથી બચાવી શકાશે.
ડીલની કિંમત અને માલિકી
મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે જણાવ્યું કે ટિકટોક અમેરિકાની કિંમત $14 અબજ આંકવામાં આવી છે. ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરને કારણે ટિકટોક પરનો પ્રતિબંધ હાલ પૂરતો ટળી ગયો છે.આ ડીલ હેઠળ ટિકટોક યુએસ હવે એક નવું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નિયુક્ત કરશે. સાથે જ, એલ્ગોરિધમ ભલામણો (Recommendation), સોર્સ કોડ અને કન્ટેન્ટ મોડરેશન સિસ્ટમ પણ નવા માલિકને ટ્રાન્સફર કરવામાં આવશે. આ ફેરફારોથી ટિકટોક યુએસ સંપૂર્ણપણે અમેરિકા દ્વારા ઓપરેટ થશે.
આ સમાચાર પણ વાંચો : US-Pakistan relations: ભારત અને પાકિસ્તાન ને લઈને અમેરિકાનું મોટું નિવેદન,શહબાઝ-મુનીરને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો
ઓરેકલ અને અન્ય કંપનીઓ ખરીદશે હિસ્સો
ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડર પછી, ઓરેકલ (Oracle) હવે ટિકટોક યુએસના સિક્યુરિટી ઓપરેશન્સને હેન્ડલ કરશે અને ક્લાઉડ સર્વિસ પણ ઓફર કરશે. આ ઉપરાંત, ઓરેકલ, સિલ્વર લેક અને અબુ ધાબી સ્થિત MGX ગ્રુપ નવી એન્ટિટીમાં 45 ટકા હિસ્સો ખરીદશે. વેન્સે મીડિયા ને જણાવ્યું, “શરૂઆતમાં ચીન તરફથી થોડો પ્રતિકાર હતો, પરંતુ અમે ઈચ્છતા હતા કે ટિકટોક કામ કરતું રહે અને અમેરિકન ડેટા સુરક્ષિત રહે.” ટ્રમ્પે રિપોર્ટર્સ સાથેની વાતચીતમાં કહ્યું કે તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરી હતી અને તેમણે આ ડીલ માટે પોતાની સંમતિ આપી હતી. ટ્રમ્પે એ પણ કહ્યું છે કે ટિકટોકના નવા માલિકો એ વાતનું ધ્યાન રાખશે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ પ્રોપેગેન્ડા ફેલાવવામાં ન થાય. જોકે, આ સમગ્ર મામલે ટિકટોકની પેરન્ટ કંપની બાઈટડાન્સ (ByteDance) એ કોઈ સત્તાવાર માહિતી આપી નથી.