Site icon

Waqf Bill: વક્ફ બિલ આજે રાજ્યસભામાં,લોકસભા પછી મોદી સરકારની કસોટી, જાણો રાજ્યસભાનો નંબર ગેમ

Waqf Bill: સંસદીય અને અલ્પસંખ્યક બાબતોના મંત્રી કિરણ રિજિજુ આજે બપોરે એક વાગ્યે રાજ્યસભામાં વક્ફ સુધારા બિલ રજૂ કરશે. રાજ્યસભામાં આ સમયે 236 સાંસદો છે, જેના કારણે અહીં બહુમત માટે 119 સાંસદોના સમર્થનની જરૂર છે. રાજ્યસભામાં BJPના 98 સાંસદો છે.

Waqf Bill in Rajya Sabha Today: Modi Government's Test After Lok Sabha, Know the Upper House Number Game

Waqf Bill in Rajya Sabha Today: Modi Government's Test After Lok Sabha, Know the Upper House Number Game

News Continuous Bureau | Mumbai

Waqf Bill: વક્ફ સુધારા બિલ (Waqf Amendment Bill) લોકસભામાં પાસ થયા પછી આજે રાજ્યસભામાં રજૂ થવાનું છે. સંસદીય અને અલ્પસંખ્યક બાબતોના મંત્રી કિરણ રિજિજુ (Kiren Rijiju) આજે બપોરે એક વાગ્યે રાજ્યસભામાં આ બિલ રજૂ કરશે. રાજ્યસભામાં આ સમયે 236 સાંસદો છે, જેના કારણે અહીં બહુમત માટે 119 સાંસદોના સમર્થનની જરૂર છે. રાજ્યસભામાં BJPના 98 સાંસદો છે.

Join Our WhatsApp Community

 

રાજ્યસભામાં શું છે નંબરગેમ?

રાજ્યસભાની વાત કરીએ તો અહીં 236 સભ્યોની મોજુદા સંખ્યા છે. BJPના 98 સાંસદો છે. ગઠબંધનના હિસાબે જોઈએ તો NDAના સભ્યોની સંખ્યા 115ની આસપાસ છે. છ મનોયનિત સભ્યોને પણ ઉમેરો તો સામાન્ય રીતે સરકારના પક્ષમાં જ મતદાન કરતા હોય છે, તો નંબરગેમમાં NDA 121 સુધી પહોંચી જાય છે, જે બિલ પાસ કરવા માટે જરૂરી 119થી બે વધુ છે. કોંગ્રેસના 27 અને ઈન્ડિયા બ્લોકના અન્ય ઘટક દળોના 58 સભ્યો રાજ્યસભામાં છે. કુલ મળીને વિપક્ષ પાસે 85 સાંસદો છે.

આ સમાચાર પણ વાંચો : Waqf Amendment: વક્ફ સુધારા બિલમાં શું છે સેકશન 40, જેને કારણે મુસલમાનો ગિન્નાયા છે…

વિપક્ષની સ્થિતિ

YSR કોંગ્રેસના 9, BJDના 7 અને AIADMKના 4 સભ્યો રાજ્યસભામાં છે. નાના દળો અને અપક્ષો મળી ત્રણ સભ્યો છે, જે ન તો સત્તાધારી ગઠબંધનમાં છે અને ન તો વિપક્ષી ગઠબંધનમાં. સત્તાપક્ષનું કહેવું છે કે વક્ફ સુધારા બિલના માધ્યમથી તેની સંપત્તિઓ સંબંધિત વિવાદોના નિપટારા માટે અધિકાર મળશે. વક્ફની સંપત્તિનો વધુ સારો ઉપયોગ થઈ શકશે અને આથી મુસ્લિમ સમાજની મહિલાઓને પણ મદદ મળી શકશે.

 

Pakistan Army: લીપા વેલીમાં પાકિસ્તાની સેનાનો સીઝફાયર ભંગ, ભારતીય ચોકીઓ પર ફાયરિંગ
Delhi Airport: જુઓ: દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના: વિમાનથી થોડે દૂર ઊભેલી બસ બની આગનો ગોળો, જુઓ વિડિયો
Fake voter list: ઉદ્ધવ જૂથનો સણસણતો આક્ષેપ: ‘ચૂંટણી રોકી દઈશું’ – વોટર લિસ્ટ પર ઉઠાવ્યા સવાલ
Cyclone Montha: બંગાળની ખાડીમાં ચક્રવાત મોંથા થયું પ્રચંડ, જાણો ક્યારે થશે લેન્ડફૉલ, આંધ્રથી ઓડિશા સુધી હાઈ એલર્ટ
Exit mobile version