News Continuous Bureau | Mumbai
આજના યુગમાં માણસે ઘણી એવી વસ્તુઓ બનાવી છે, જે એક સમયે ખાલી કલ્પના હતી. શું કોઈએ ક્યારેય વિચાર્યું હશે કે તે પગમાં આવા જૂતા પહેરશે જેનાથી તેની સ્પીડ આપોઆપ વધી જશે. હવે આ શક્ય બન્યું છે, કારણ કે એક અમેરિકન કંપનીએ(American company) બેટરીથી ચાલતા શૂઝ(Battery-powered shoes) બનાવ્યા છે, જે પહેરનારના ચાલવાની સ્પીડમાં વધારો થશે.
પિટ્સબર્ગ(Pittsburgh) સ્થિત શિફ્ટ રોબોટિક્સ(Robotics) નામની કંપનીએ આવા શક્તિશાળી શૂઝ બનાવ્યા છે જે માનવ ચાલવાની ઝડપને 250 ટકા સુધી વધારી શકે છે. તેને વિશ્વના સૌથી ઝડપી વૉકિંગ શુ તરીકે પ્રમોટ કરવામાં આવી રહ્યા છે. કંપનીએ આ શૂઝને મૂનવોકર્સ(Moonwalkers) નામ આપ્યું છે.
જૂતા વૉકરની ઝડપ વધારશે(Increases walker speed)
મૂનવોકર્સ તમને સામાન્ય રોલરસ્કેટ (Rollerskate) જેવા દેખાઈ શકે છે, પરંતુ તે વાસ્તવમાં કંઈક અલગ છે. તેને પહેરીને તમે સામાન્ય જૂતાની જેમ ચાલી શકો છો, પરંતુ આમાં લાગેલા મોટરના વ્હીલ્સ તમારી સ્પીડને વધારશે. જો સામાન્ય વૉકિંગ સ્પીડ 2.5-4 m/h હોય, તો શૂઝ તેને 7 m/h થી 11 km/h સુધી વધારી શકે છે. શિફ્ટ રોબોટિક્સ દ્વારા બનાવવામાં આવેલ, આ શૂઝ 300W બ્રશલેસ મોટર દ્વારા સંચાલિત છે. તેનું વજન 1.9 કિલો છે, જે 8 વ્હીલ્સ ચલાવે છે. આ શૂઝમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સવાળું(Artificial intelligence) ગિયરબોક્સ છે, જે સેન્સર દ્વારા ડ્રાઈવરનો ડેટા કલેક્ટ કરે છે. પગરખાં ઢોળાવ પર પણ ઝડપનું ધ્યાન રાખે છે, જેથી અકસ્માત ન થાય.
આ સમાચાર પણ વાંચો : બ્યુટી ટિપ્સ -મેકઅપ કર્યાના કલાકો પછી પણ ચહેરો ફ્રેશ દેખાશે- બસ અનુસરો આ ટિપ્સ
આવા જૂતા પહેલા બનાવવામાં આવ્યા ન હતા
કંપનીના સીઈઓ(Company CEO) શુનજી ઝેંગના(Shunji Zheng) જણાવ્યા અનુસાર, મૂનવોકર્સ સ્કેટ નથી, પરંતુ તે જૂતા છે. વિશ્વના સૌથી ઝડપી પગરખાં, જે તમારે પહેરવા પડશે અને તેને કોઈ ખાસ તાલીમની જરૂર નથી. આ શૂઝની પ્રથમ બેચ માર્ચ 2023 સુધીમાં લોન્ચ થવાની ધારણા છે, જેની કિંમત આશરે રૂ.1.25 લાખ છે. આ સામાન્ય જૂતાની કિંમત કરતાં ઘણી વધારે છે, પરંતુ તે સામાન્ય જૂતા પણ નથી.