ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
18 ડિસેમ્બર 2020
મલેરિયાને લઈ 100 વર્ષ જૂનો કોયડો ઉકેલાયો હોય એવું લાગે છે. ઓરિસ્સાના સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ કોમ્લેક્સ મલેરિયાના વૈજ્ઞાનિકોએ બ્રેન ઈમેજિંગ ટેક્નિકથી એ શોધી કાઢ્યું કે મલેરિયા મગજ પર કેવી રીતે અસર કરે છે. આ શોધથી એ જાણવામાં મદદ મળશે કે વૃદ્ધો અને વયસ્કોમાં મલેરિયાની વિવિધ અસર કેમ જોવા મળે છે.
….. સંપૂર્ણ સ્ટડી નીચે મુજબ છે ……
1.) દર્દીના મગજના પરિવર્તનને સમજવામાં આવ્યું—
સેરેબ્રલ મલેરિયા એટલે કે મગજ પર અસર કરતા મલેરિયા ઘાતક અને જીવલેણ હોય છે. બીમારીને સમજવા માટે સ્ટડીમાં સેરેબ્રલ મલેરિયાના 65 દર્દીઓ પર સંશોધન કરવામાં આવ્યું. જેમાં મલેરિયાના 26 સામાન્ય દર્દીઓ હતા. ઉપરાંત મલેરિયાથી સાજા થયેલા લોકો અને જીવ ગુમાવનારા લોકોના મગજનો તુલનાત્મક અભ્યાસ પણ કરવામાં આવ્યો.
2.) વિવિધ ઉંમરમાં મગજના સોજોની અસર પણ અલગ—
વિવિધ ઉંમરમાં સંક્રમણ બાદ બ્રેનમાં થતા સોજોમાં પણ ફેરફાર આવે છે. જેમ કે-વધતી ઉંમરની સાથે સોજો ઓછો થઈ જાય છે. જ્યારે વયસ્કોમાં મગજનો સોજો અને મૃત્યુની વચ્ચે કોઈ કનેક્શન નથી મળ્યું.
3.) ઓક્સિજનના અભાવની અસર મગજની સંરચના પર—
ગંભીર દર્દીઓને બ્રેનમાં ઓક્સિજનનો અભાવ હોવાથી આખા મગજની સંરચના પર તેની અસર થાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે મૃત્યુના કેસમાં ઘટાડો લાવવા માટે એવી સિસ્ટમ વિકસિત કરવાની જરૂરિયાત છે જે દર્દીઓમાં મલેરિયાના જોખમને સમજી શકે અને સ્થિતિને ખરાબ થતી અટકાવી શકે.
4.) સારવાર છતાં દર પાંચમાંથી એક દર્દીનું મૃત્યુ— મલેરિયાથી પીડિત દર પાંચમો દર્દી સારવાર આપી હોવા છતાં જીવ ગુમાવે છે. જે દર્દી સારવાર બાદ પોતાનો જીવ બચાવવામાં સફળ રહે છે તેમાં બ્રેન સંબંધિત આડઅસર જોવા મળે છે. આ બીમારીનું કારણ મલેરિયા પ્લાઝમોડિયમ ફેલ્સિપેરમ પરોપજીવી છે જે મચ્છર કરડવા પર મનુષ્ય સુધી પહોંચે છે.
5.) બ્રેનના સ્કેનિંગથી કોયડો ઉકેલવામાં સરળતા થઈ—
છેલ્લા ઘણા વર્ષોથી સંશોધકો મલેરિયાના પરોપજીવીને સમજવા માટે એટોપ્સી પર આધારિત હતા. ન્યુરોઈમેજિંગ ટેક્ટનિક એટલે કે બ્રેન સ્કેનિંગ કરવા પર વયસ્કોના મૃત્યુનું કારણ સમજવામાં સરળતા થઈ.
6.) નવી ટ્રીટમેન્ટ તૈયાર કરવાનો પ્રયાસ—
સેરેબ્રલ મલેરિયાની સારવાર માટે એવી થેરાપી તૈયાર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જે ઓક્સિજનનો અભાવ હોવા છતાં પણ વયસ્કો પર ખરાબ અસર ન પડવા દે.