ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ મે ૨૦૨૧
શનિવાર
આપણે ઘણી વાર વાક્ય સાંભળીએ છીએ ‘‘જબ ભી ઉપરવાલા દેતા હૈ તો છપ્પડ ફાડ કર દેતા હૈ.” આવી જ એક ઘટના ઘેટાં ચરાવતાં ભરવાડ સાથે બની છે જે આ વાતને સાબિત કરે છે. યુકેના કોટસ્વોલ્ડ્સના ગ્રામીણ વિસ્તારમાં ભરવાડ જ્યારે ઘેટાં ચરાવી રહ્યો હતો ત્યારે ભરવાડને અચાનક ઉલ્કાના બે નાના ટુકડા જોવા મળ્યા. જેની કિંમત એક કરોડ રૂપિયા છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર ગયા ફેબ્રુઆરી મહિનામાં યુકેના કોટસ્વોલ્ડ્સના ગ્રામીણ વિસ્તારમાં જ્યારે આ પથ્થરો જમીન પર પડ્યા ત્યારે ભરવાડે તેના પડવાનો અવાજ સાંભળ્યો. એ પથ્થરોનું વજન 103 કિલો હતું. પથ્થર પડ્યા તેના થોડા સમય બાદ લગભગ પાંચથી સાત વૈજ્ઞાનિકો તેના ઘરે પહોંચ્યા હતા. તેમણે ભરવાડને આ પથ્થરોના બદલામાં એક કરોડ રૂપિયા આપવાની ઑફર કરી. જોકે જ્યારે ભરવાડને ખબર પડી કે આ પથ્થરો ઉલ્કાના સ્થળ વિશે મહત્વપૂર્ણ માહિતી આપી શકે છે, ત્યારે તેણે આ પથ્થરો દાનમાં આપી દીધા. આ પથ્થરો હવે 17 મેથી નૅચરલ હિસ્ટ્રી સંગ્રહાલયમાં રાખવામાં આવશે.
કૉન્ગ્રેસના સાંસદ અને દિગ્ગજ નેતાની તબિયત ફરી ખરાબ થઈ, વેન્ટિલેટર પર રખાયા
કહેવાય છે કે આ ઉલ્કાઓ લગભગ ચાર અબજ વર્ષ જૂની છે અને તેની સહાયથી અવકાશમાં જીવનની શક્યતાઓનું રહસ્ય બહાર આવી શકે છે. આ ઉલ્કાઓ દેખાવમાં એકદમ સામાન્ય પથ્થર જેવી જ છે. જોકે વાસ્તવમાં તે ખૂબ મૂલ્યવાન છે. આ ઉલ્કાના ટુકડાઓ છેલ્લાં ચાર અબજ વર્ષથી અવકાશમાં તરતા રહ્યા છે.
આ સ્પેસ પથ્થરનું નામ ‘વિંચકોમ્બે ઉલ્કા’ છે. આ એક અત્યંત દુર્લભ ઉલ્કા છે. તેને કાર્બોનેસિયસ કોંડ્રેટનું એક સ્વરૂપ હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં 30 વર્ષમાં તે યુકેમાં મળી આવેલ પ્રથમ પથ્થર છે. આકાશમાંથી નારંગી અને લીલા રંગની આગ જેવી ક્રેશ થયેલી ઉલ્કાને સુરક્ષા કૅમેરામાં કેદ કરી લેવામાં આવી હતી. આ પથ્થર પહેલાં ક્યારેય જમીન પર જોવા મળ્યા નહોતા.