ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
04 માર્ચ 2021
ભલે ભારત રસ્તા ની પરિસ્થિતિ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વગોવાયેલો દેશ હોય. તેમજ ભારતમાં ડ્રાઇવરો ખરાબ રીતે ગાડી ચલાવે છે તેવા આક્ષેપો થતા હોય પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારત દેશના ડ્રાઇવિંગ લાઇસન્સ ની કિંમત ઘણી વધારે છે. વિશ્વમાં કુલ એવા 15 દેશો છે જે ભારતના ડ્રાઇવિંગ લાઇસન્સ ને પોતાના દેશમાં અધિકૃત માને છે. આ દેશોના નામ નીચે મુજબ છે.
ઓસ્ટ્રેલિયા, નોર્વે – અમુક શરતો સાથે ભારત નું લાઇસન્સ ઓસ્ટ્રેલિયામાં ત્રણ મહિના સુધી વેલિડ છે.
જર્મની – આ દેશમાં છ મહિના સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ ની પરવાનગી છે.
ન્યુઝીલેન્ડ, યુનાઈટેડ કિંગડમ, સ્વીઝરલેન્ડ, અમેરિકા, સિંગાપુર, ફિનલેન્ડ, – અહીં એક વર્ષ સુધી ભારતીય લાઇસન્સ પર ડ્રાઇવિંગ કરી શકાય છે
ફ્રાંસ, કેનેડા,ઇટલી – આ ત્રણ દેશોમાં ઘણા લાંબા સમય સુધી ભારતીય લાઇસન્સ પર ગાડી ડ્રાઈવ કરી શકાય છે.
આમ ભારતના ડ્રાઇવિંગ લાઇસન્સ ની આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘણી સારી પ્રતિષ્ઠા છે.