ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
05 ડિસેમ્બર 2020
એક મહિના પહેલા હૈદરાબાદના ઝવેરી કોટ્ટી શ્રીકાંતે 7901 હીરા જડિત અંગૂઠી બનાવીને રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ હવે તેમનો આ રેકોર્ડ તૂટી ગયો છે.

ઉત્તર પ્રદેશના મેરઠના યુવા જ્વેલરી ડિઝાઇનર હર્ષિત બંસલે 12638 હિરાની અંગૂઠી બનાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે.
આ અનોખી અંગૂઠીનું નામ ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધવામાં આવ્યું છે.

25 વર્ષીય યુવા ડિઝાઇનર હર્ષિત બંસલે હજારો હિરોને તરાશીને આ વીંટી બનાવી છે. હર્ષિત તેવા પહેલા વ્યક્તિ છે જેમણે આ અંગૂઠીમાં એક સાથે આટલા હિરા લગાવ્યા છે.

હર્ષિત આ સાથે જ ભારતનું નામ પણ વિશ્વ ફલક પર ફેલાવ્યું છે. તે તેનો આ ડ્રીમ પ્રોજેક્ટ હતો. આ રીંગ સરળતાથી પહેરી શકાય છે અને તે આરામદાયક પણ છે.

હર્ષિત બંસલે જણાવ્યું હતું કે આ રિંગ બનાવવાનો વિચાર બે વર્ષ પહેલા તેમને આવ્યો હતો, જ્યારે તે ગુજરાતના સુરતમાં જ્વેલરી ડિઝાઇનથી સંબંધિત અભ્યાસ કરતો હતો.

વધુમાં તેમણે કહ્યું હતું કે આ વીંટીમાં 8 સ્તરો છે અને 138 પાંદડા હીરાથી ભરેલા છે. રીંગમાંના બધા હીરા VSVVS ગુણવત્તાવાળા કુદરતી અને IGI પ્રમાણિત હીરા છે.

મેં જયારે આ રિંગ ડિઝાઇન કરી. ત્યારે સુરતમાં કંપનીના 28 કારીગરોને આ અંગૂઠી બનાવવામાં મદદ કરી હતી.
