ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
30 જુલાઈ 2020
2019-20 વર્ષમાં ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગમાં 300 કરોડ સજીવો બળીને ખાખ થયા હોવાનો દાવો વલ્ડ વાઈડ ફંડ ફોર નેચરે કર્યો છે. નોંધપાત્ર વાત એ છે કે આ અગાઉ 120 કરોડ સજીવો માર્યા ગયાનો અંદાજ લગાવ્યો હતો. આમાં સૌથી વધુ 246 કરોડ જેટલા સરીસૃપ બળીને રાખ થઈ ગયા હતા. 14.3 કરોડ પ્રાણીઓ, 18 કરોડ પક્ષીઓ, 5 કરોડ દેડકા સહિત અન્યો આ ભયંકર આગમાં ભડથુ થયા હતા.
સિડની યુનિવર્સિટી, ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટી, ન્યુ કેસલ યુનિવર્સિટી, ચાલ્સ યુનિવર્સિટી અને બકે લાઈફ ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ મળીને આ અહેવાલ તૈયાર કર્યો છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે જેમ જેમ રેસ્ક્યુ ની પ્રક્રિયા પૂરી થતી ગઈ તેમ તેમ આ મૃતકોનું ચિત્ર સ્પષ્ટ થતું ગયું છે. એકવીસમી સદીમાં વિશ્વભરમાં ફાટી નીકળેલા દાવાનળમાં માર્યા ગયેલા સજીવો માં આ આંકડો સૌથી મોટો છે.
1.14 કરોડ હેક્ટરમાં આ દાવાનળ ફેલાયો હતો. જેની સૌથી વધુ અસર ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરિયા રાજ્યમાં થઈ હતી.આ આગથી જંગલી પશુ પ્રાણીઓને મોટો ફટકો પડ્યો છે. કેટલીક પ્રજાતિઓ તો લુપ્ત થવાને આરે છે. હવે આ તમામ પ્રજાતિની સંખ્યા વધારવા નો પડકાર ઓસ્ટ્રેલિયાની સરકાર અને વૈજ્ઞાનિકો સામે ઊભો થયો છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com