News Continuous Bureau | Mumbai
Diwali: દિવાળી એક એવો તહેવાર છે જે ફક્ત ભારતમાં જ નહીં પણ વિશ્વના અનેક દેશોમાં હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવાય છે. અનેક દેશોમાં તેને ઉજવવાની અલગ પ્રથા છે. ખાસ કરીને દરેક દેશની સંસ્કૃતિ અને આદાનપ્રદાનની રીત અલગ જોવા મળે છે. તો ચાલો જાણીએ મોરેશિયસ, નેપાળ, જાપાન અને તથા અન્ય કેટલીક જગ્યાઓએ કઈ રીતે ઉજવાય છે દિવાળીનો ખાસ તહેવાર.
Diwali: જાપાન
જાપાનના યોકોહામા શહેરમાં બે દિવસીય દિવાળીનું આયોજન થાય છે. આ બે દિવસ દરમિયાન અલગ-અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાય છે. લાખોની સંખ્યામાં લોકો નાચે-ગાય છે. લોકો અલગ-અલગ પ્રકારના મુખૌટા પહેરે છે. આ બે દિવસીય દિવાળીમાં ભારતીય વ્યંજન પીરસવામાં આવે છે.
Diwali: મલેશિયા
મલેશિયામાં દિવાળીને લીલી દિવાળી કહેવામાં આવે છે. અહીંના રીતિ-રિવાજ ભારત કરતા ભિન્ન હોય છે. આ દેશના લોકો દિવાળીની શરૂઆત શરીર પર તેલ લગાવીને કરે છે. ત્યાર બાદ મંદિરોમાં જઈને યશ, સમૃદ્ધિ અને સુખની પ્રાર્થના કરે છે. મલેશિયામાં તમિલ-હિન્દુ રહે છે અને આ માટે અહીં પૂજા પાઠમાં સાઉથની છબિ જોવા મળે છે.
Diwali: ત્રિનિદાદ અને ટોબેગો
કૈરેબિયન સાગરના દ્વીપો પર પણ દિવાળીનો ઉત્સાહ જોવા મળે છે. અહીં ત્રિનિદાદ અને ટોબેગો કમ્યૂનિટી મુખ્ય રીતે દિવાળી મનાવે છે. આ દિવસે અહીં મંચ પર નાટકની મદદથી હિંદુ સંસ્કૃતિને વિશે જણાવવામાં આવે છે. પારંપરિક વેશભૂષામાં કલાકારો તહેવાર સાથેની વાતો કહે છે. ખાસ પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનો પણ તૈયાર કરવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચોઃ Vagh Baras: વાક બારસનું અપ્રભંશ થઇને વાઘ બારસ કેવી રીતે થઇ ગયું? સાથે જ વાક બારસનો અર્થ અને મહત્વ
Diwali: મૉરિશસ
મૉરિશસમાં નાના-નાના દ્વીપો પર દિવાળીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ દિવસે અહીં સાર્વજનિક રજા હોય છે. લોકો અહીં ઘરની સફાઈ કરવામાં પણ વિશ્વાસ રાખે છે. અહીં એવી માન્યતા છે કે આવું કરવાથી તમામ નકારાત્મક ઉર્જા નાશ પામે છે. દિવાળીના દિવસે અહીં રાવણ દહન પણ થાય છે. મૉરિશસના ટ્રાયોલેટ ગામને આખુ સજાવવામાં આવે છે અને ભારે માત્રામાં લોકો અહીં એકત્રિત થાય છે.
Diwali: નેપાળ
અહીના લોકો દિવાળીને તિહાર કહે છે. ભારતની જેમ અહીં પણ દીપોત્સવ પાંચ દિવસનો હોય છે. જેમાં પહેલા દિવસે ગાયને ચોખા ખવડાવવામાં આવે છે, બીજા દિવસે કુતરાઓને અલગ-અલગ પકવાન ખવડાવવા, ત્રીજા દિવસે લક્ષ્મી પૂજન, ચોથા દિવસે યમ પૂજા થાય છે અને પાંચમાં દિવસે ભાઈ બીજ મનાવવામાં આવે છે.