ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022
શુક્રવાર
આઈબ્રો જાડી દેખાડવા માટે, કોસ્મેટિક ઉદ્યોગ હંમેશા પેન્સિલથી લઈને જેલ જેવી એવી કેટલીયે વસ્તુઓ વેચતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે મેકઅપ સિવાય પણ એવી ટ્રિક્સ છે જે તમને જાડી આઈબ્રો બનાવવામાં મદદ કરી શકે છે! જો તમે તમારી આઈબ્રોને જાડી બનાવવા માંગો છો, તો તમે ઘણા ઘરેલું ઉપચારની મદદ લઈ શકો છો. પછી ભલે તમને વાળ ખરવા ની સમસ્યા હોય અથવા કુદરતી રીતે પાતળી ભમર હોય. તો આવો જાણીયે આવા જ કેટલાક ઘરેલુ ઉપચાર વિશે
1. ટી ટ્રી ઓઇલ
નારિયેળના તેલની જેમ ટી ટ્રી ઓઈલ પણ વાળની વૃદ્ધિ અને જાડાઈ માટે સારું માનવામાં આવે છે. આને રોજ તમારી આઈબ્રો પર લગાવો અને આખી રાત રહેવા દો.
2. દિવેલ
એરંડાના તેલમાં એવા ગુણ હોય છે જે વાળના વિકાસમાં ફાયદાકારક સાબિત થાય છે. આ તેલ આઈબ્રો પર લગાવો અને 2-3 મિનિટ મસાજ કરો. અડધા કલાક પછી ધોઈ લો.
3. કુંવરપાઠુ (એલોવેરા )
એલોવેરા ત્વચા ના ઉપચાર માટે જાણીતું છે, પરંતુ તે વાળના વિકાસમાં પણ મદદ કરી શકે છે. એલોવેરાના પાનમાંથી જેલ કાઢો અને તેને તમારી આઈબ્રો પર લગાવો. જો તમારે જાડી ભમર જોઈતી હોય , તો તેને ત્વચા ની અંદર સુધી જવા દો અને તે સુકાય નહિ ત્યાં સુધી રહેવા દો. તેને અઠવાડિયામાં ઘણી વખત લગાવો.
4. ડુંગળીનો રસ
ડુંગળીના રસમાં સલ્ફર જોવા મળે છે, જેનાથી વાળ ઝડપથી વધે છે અને ઘટ્ટ થવામાં મદદ કરે છે. આ માટે એક ડુંગળીનો રસ કાઢીને આઈબ્રો પર લગાવો. થોડી વાર રહેવા દો, જ્યારે જ્યુસ સુકાઈ જાય તો તેને પાણીથી ધોઈ લો.
5. દૂધ
દૂધમાં પ્રોટીનની માત્રા ખૂબ સારી હોય છે, જે તમારા વાળના મૂળ માટે ખોરાકનું કામ કરે છે. મતલબ કે તમે આઈબ્રોના વાળને ઘટ્ટ કરવા માટે દૂધનો ઉપયોગ કરી શકો છો. એક બાઉલમાં એક ચમચી દૂધ લો અને પછી તેને કોટનની મદદથી આઈબ્રો પર લગાવો. આઈબ્રો પર દૂધ સારી રીતે લગાવો જેથી આ પોષણ દરેક વાળ સુધી પહોંચે. તમે થોડા અઠવાડિયામાં પરિણામ જોશો.
બ્યૂટી ટિપ્સ: વેલેન્ટાઈન ડે ના દિવસે સુંદર દેખાવા માટે અજમાવી જુઓ , આ સરળ મેકઅપ ટિપ્સ; જાણો વિગત