ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
03 ઓગષ્ટ 2020
આજે વાત કરીએ એવી મહિલાની જે 28 વર્ષથી રામનામ ની ધુણી ધખાવીને બેઠાં છે. મધ્ય પ્રદેશના જબલપુરમાં રહેતાં 81 વર્ષીય વયોવૃદ્ધ મહિલા વર્ષો પહેલા વિવાદિત માળખું તૂટી ગયા બાદ "રામ મંદિરનું નિર્માણ શરૂ ના થાય ત્યાં સુધી તે ભોજન નહીં કરે એવી પ્રતિજ્ઞા લીધી હતી." હવે આગામી 5 ઓગસ્ટે ભૂમિપૂજન થતાની સાથે જ મહિલાનો સંકલ્પ પૂરો થશે. 1992 માં જ્યારે વિવાદિત બાંધકામ તૂટી ગયું ત્યારે 53 વર્ષની આ મહિલાને તેના પરિવારજનોએ ઘણીવાર અન્ન ગ્રહણ કરવાની વિનંતી કરી હતી, પરંતુ તેઓ માત્ર ફળાહાર જ કરતાં રહયાં..
મહિલાની ઇચ્છા છે કે તેઓ અયોધ્યામાં રામલાલાને જોયા પછી જ પોતાનો સંકલ્પ પૂરો કરે. જોકે તે શક્ય નથી કારણ કે ઓગસ્ટમાં, અયોધ્યામાં કોઈ પણ બાહ્ય વ્યક્તિને આવવાની મંજૂરી નથી. આવી સ્થિતિમાં પરિવારનું કહેવું છે કે ઘરે બેઠા કાર્યક્રમનું લાઇવ ટેલિકાસ્ટ જોયા પછી તેમને પારણાં કરાવવાનો પ્રયાસ કરશું.
બીજી તરફ તેમનો મોટાભાગનો સમય રામજીની પૂજા અને રામાયણના વાંચનમાં જ પસાર થાય છે. તેમના ઘરમા જ એક રામ દરબાર પણ બનાવવામાં આવ્યો છે. જયાં તેઓ આખો દિવસ પૂજા પાઠ માં વિતાવે છે. પાછલાં 3 દાયકાઓથી મહિલાનાં આ રૂટીનમાં કોઈ ફેરફાર આવ્યો નથી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com