ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
04 ડિસેમ્બર 2020
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે આદર, માન, સન્માન સંબંધિત ઘણા અહેવાલો વાંચ્યા હશે, પરંતુ પારિવારિક ઝગડામાં પીએમ મોદીના નામનો ઉલ્લેખ ભાગ્યે જ સાંભળ્યો હશે. ઉત્તર મૈનપુરીમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.
પુત્રવધૂઓથી નારાજ એક 85 વર્ષીય મહિલાએ પોતાના બાળકોને બાયપાસ કરીને પીએમ મોદીના નામે, પોતાની સાડા 12 બિઘા જમીન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે કરવાનો નિર્ણય લીધો છે.
85 વર્ષિય બિતન દેવીના પતિનું અવસાન થયું, તે જ સમયે, બિતન દેવી મૈનપુરીની તહસીલમાં પહોંચી ગયા હતા. ત્યાં જઈને સરકારી અધિકારીઓ સામે તેમણે જે વાત કરી, તેનાથી ત્યાંના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં.
બિતન દેવી મૈનપુરીના કિશ્ની વિસ્તારના ચિત્યાન નામના ગામની છે. બિતન દેવી સરકાર દ્વારા મળતી સરકારી યોજનાઓથી ખૂબ પ્રભાવિત છે. તેઓને સરકાર તરફથી પેન્શન મળે છે. જેનાથી તેઓ પોતાનું જીવન ચલાવે છે.
આથી જ સરકારી યોજનાઓથી પ્રભાવિત, બિતન દેવીએ પોતાની સઆડા બાર બિઘા જમીન પીએમ મોદીના નામે કરવાનું નક્કી કર્યું છે.
