262
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
દર વર્ષે યુટ્યુબના માધ્યમથી સૌથી વધુ કમાણી કરનારા ટૉપ 5 યુટ્યુબર્સના નામની યાદી ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવે છે. આ યાદીમાં સળંગ 3 વર્ષ સુધી અવ્વલ રહેવાનો વિક્રમ ટેક્સાસના 9 વર્ષના રિયાન કાઝીના નામે છે. તેણે લગભગ 29 મિલિયન ડૉલર્સની એટલે કે 210 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેની યુટ્યુબની ચૅનલનું નામ રિયાન્સ વર્લ્ડ છે. તેની ચૅનલના અધધધ કહેવાય એમ 3 કરોડ સબસ્ક્રાઇબર છે. નવ વર્ષનો રિયાન રમકડાં પર પોતાના રીવ્યુ આપતો હોય છે. તેની ચૅનલ પર તે બાળકોનાં રમકડાંને લગતા રીવ્યુ આપતો હોય છે. તેણે 9 વિવિધ કાર્ટૂન્સ ચૅનલ તેમ જ ટૉય બ્રાન્ડ સાથે પાર્ટનરશિપ કરી છે. તેની 30 લોકોની ટીમ તેની ચૅનલ સંભાળે છે.
You Might Be Interested In