01221 છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી હઝરત નિઝામુદ્દીન વિશેષ રાજધાની એક્સપ્રેસ હવે ગુરુવાર ગુરુવાર પહેલી જુલાઈથી આગામી આદેશ સુધી દરરોજ દોડાવાશે.
પ્રવાસીઓની માંગ વધતા ગિરદી ટાળવા માટે વિશેષ ટ્રેનોની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય મધ્ય રેલવે દ્વારા લેવાયો છે
હાલ આ ટ્રેન સપ્તાહમાં ચાર દિવસ દોડે છે. જોકે હવે ભારતીય રેલવે પ્રવાસીઓની માંગ પ્રમાણે ટ્રેનોની સંખ્યા વધારી રહી છે.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના પગલે રેલવેમાં માત્ર કન્ફોર્મ ટિકિટ ધરાવતા પ્રવાસીઓને ૪ મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં પ્રવાસની પરવાનગી અપાઈ છે.