News Continuous Bureau | Mumbai
ખોરાક(Food)ની અંદર જંતુઓ, માખી(Bee) ઓ ઘણીવાર જોવા મળે છે, પરંતુ આ વખતે તુર્કી(Turkey)ની એક એરલાઈન્સની ફ્લાઈટ એટેન્ડન્ટ(Flight attendant)ના ખોરાકમાં કંઈક એવું જોવા મળ્યું, જેને જોઈને તે ચોંકી ગઈ.
આ સમાચાર પણ વાંચો : લોકડાઉન દરમિયાન કાયદાનો ભંગ કરનારા લોકો સંદર્ભે દિલ્હીમાં આ પગલાં લેવાયા
મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ, તુર્કીની રાજધાની અંકારાથી જર્મનીના ડસેલડોર્ફ જઈ રહેલી સનએક્સપ્રેસ એરલાઈન્સની ફ્લાઈટ એટેન્ડન્ટને તેના ફૂડ પેકેટમાં સાપનું કપાયેલું માથું મળ્યું, જેના પછી તે ગભરાઈ ગઈ. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જુઓ વિડીયો..
#Aviation with @mojapelepe
A snake head was found in the food given to the flight crew on a Turkish airline.#TheGlenzitoSuperDrive pic.twitter.com/IkeZwmzveV
— Radio 2000 (@Radio2000_ZA) July 25, 2022
આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ એરલાઈન્સે તેને 'સંપૂર્ણપણે અસ્વીકાર્ય' ગણાવીને તપાસ શરૂ કરી છે. આ સાથે એરલાઈને ફૂડ સપ્લાય કંપની પાસેથી કોન્ટ્રાક્ટ પણ બંધ કરી દીધો છે.