ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઓક્ટોબર 2021
શનિવાર.
ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહની મુશ્કેલીઓ ફરી શરૂ થઈ છે. એક બળાત્કાર કેસમાં ગુનેગાર રામ રહીમને બીજા કેસમાં કોર્ટે દોષી ઠેરવ્યો છે. રામ રહીમ અને અન્ય પાંચ લોકોને રણજિત સિંહની હત્યાના કેસમાં આરોપી ઠેરવવામાં આવ્યો છે. રણજિત સિંહની 2002માં હત્યા કરવામાં આવી હતી.
મૃતક રણજિત સિંહ ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમનો સમર્થક હતો અને 10 જુલાઈ, 2002ના રોજ તેમની હત્યા કરવામાં આવી હતી. CBIએ 3 ડિસેમ્બર, 2003ના રોજ રણજિત સિંહ હત્યાકેસમાં FIR નોંધી હતી. તેના પુત્ર જગસીર સિંહે આ અંગે કોર્ટમાં અરજી કરી હતી.
લખીમપુર હિંસાઃ ચૂંટણીચક્રવ્યૂહના રચનાકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસ પર સાધ્યું નિશાન, કહી આ વાત
પંચકુલાની વિશેષ CBI કોર્ટે હવે ગુરમીત રામ રહીમ સિંહ અને અન્ય પાંચને IPCની કલમ 302 હેઠળ હત્યા માટે આરોપી જાહેર કર્યા છે. તેમને 12મી ઑક્ટોબરે સજા સંભળાવવામાં આવશે.
ગુરમીતને 2018માં બે સાધ્વીઓનું જાતીય શોષણ કરવા બદલ 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને તે રોહતકની સુનારિયા જેલમાં સજા ભોગવી રહ્યો છે.