Site icon

બ્યૂટી ટિપ્સ- વરસાદની મોસમમાં પણ મેકઅપ ને આખો દિવસ ટકાવી રાખવા અજમાવી જુઓ આ સરળ ટિપ્સ

 News Continuous Bureau | Mumbai

વરસાદની મોસમમાં મેકઅપ(makeup) કરવો એ એક મોટો પડકાર છે. ભેજ અને વરસાદને કારણે મેકઅપ ફેલાવાનું અને બગડવાનું જોખમ રહેલું છે. પરંતુ જો તમે તમારો મેકઅપ યોગ્ય રીતે કરશો તો તમે ચોમાસામાં(monsoon) પણ સૌથી સુંદર અને અલગ દેખાશો. તેનાથી તમારો મેકઅપ બગડશે નહીં અને તમને લાંબો સમય તેની અસર દેખાશે. આજના આર્ટિકલમાં અમે તમને ચોમાસામાં યોગ્ય રીતે મેકઅપ કરવા માટે કેટલીક સરળ ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ 

Join Our WhatsApp Community

1. મોટાભાગની મહિલાઓને લાગે છે કે ચોમાસામાં મોઈશ્ચરાઈઝરની (moisturizer)જરૂર નથી. પરંતુ તમને જણાવી દઈએ કે અન્ય ઋતુઓની જેમ ચોમાસામાં પણ તમારી ત્વચા ડ્રાય (dry skin)થઈ શકે છે. તેથી, ત્વચાને સ્વસ્થ અને હાઇડ્રેટેડ રાખવા માટે, મોઇશ્ચરાઇઝર લગાવો. મોઇશ્ચરાઇઝર અથવા પ્રાઇમરથી મેકઅપ શરૂ કરો. આ તમારા મેકઅપને સારો આધાર આપશે.

2. ચોમાસામાં ક્રીમ આધારિત ઉત્પાદનોને બદલે પાવડર આધારિત મેકઅપનો(powder base makeup) ઉપયોગ કરો. પાવડર આધારિત મેકઅપ સાથે તમને મેટ ઇફેક્ટ (mat effect)મળશે. ચોમાસામાં ફાઉન્ડેશન, કન્સિલર અને કોમ્પેક્ટ વધુ પડતું ન લગાવો.

3. ચોમાસામાં મેકઅપ માટે વોટર પ્રૂફ(waterproof) અથવા વોટર રેઝિસ્ટન્ટ મેકઅપ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો. જો તમે વરસાદ માં ભીના થઈ જાવ તો પણ તમારો મેકઅપ બગડશે નહીં.

4. ચોમાસામાં ચહેરા પર પાવડર આધારિત મેકઅપ પ્રોડક્ટ લગાવો પરંતુ આંખો માટે ક્રીમ આધારિત(cream base eyeshadow) આઈશેડો પસંદ કરો. આઇ લાઇનર લગાવવા માટે ક્રીમ આધારિત પેન લાઇનરનો ઉપયોગ કરો. ચોમાસા માટે, પેસ્ટલ અથવા બેજ શેડ્સનો આઇ મેકઅપ પસંદ કરો.

5. જો તમે મેકઅપમાં બ્લશનો(blush) ઉપયોગ કરતા હોવ તો ક્રીમ આધારિત બ્લશ લગાવો. તે લાગુ કરવું પણ સરળ છે અને ભીના થવા પર વધુ ફેલાતું નથી.

6. ચોમાસામાં લિપ ગ્લોસ અથવા ક્રીમી લિપસ્ટિકને બદલે લિપ પેન્સિલ (lip pencil)અથવા મેટ લિપસ્ટિક પસંદ કરો. આ તમને લોન્ગ લાસ્ટીંગ અસર આપશે અને તમે ભીના થઈ જાવ તો પણ તમારો મેકઅપ બગડશે નહીં. ચોમાસા માટે, તમે ગુલાબી અથવા સોફ્ટ બ્રાઉન શેડ્સની લિપ પેન્સિલનો ઉપયોગ કરી શકો છો.

આ સમાચાર પણ વાંચો: બ્યૂટી ટિપ્સ- માત્ર વજન ઘટાડવા જ નહીં ત્વચા માટે પણ વરદાન છે ગ્રીન ટી-જાણો તેના ફાયદા વિશે

High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Rajasthan Crime: પત્નીના શ્યામ વર્ણથી નારાજ પતિએ એસિડ થી જીવતી સળગાવી, કોર્ટે આપ્યો આ ચુકાદો
Orange Shark: કોસ્ટા રિકા નજીક માછીમારોને એક દુર્લભ નારંગી રંગની શાર્ક મળી, અનોખા જીવની તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version