News Continuous Bureau | Mumbai
જ્યુસનું નિયમિત સેવન કરવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ પુરી કરીને ફિટનેસ જાળવવામાં મદદ મળે છે. મોટાભાગના લોકો સ્વસ્થ રહેવા માટે ફળોના રસ અને શાકભાજીના જ્યુસને તેમના આહારમાં સામેલ કરવાનું ભૂલતા નથી. પરંતુ શું તમે જાણો છો કે ફળો અને શાકભાજીના જ્યુસ પણ તમારી ચમકતી ત્વચાનું રહસ્ય બની શકે છે.હા, તાજા ફળો અને શાકભાજીનો રસ ત્વચા પર લગાવવાથી તમે ન માત્ર ત્વચાની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો પરંતુ તમારી ત્વચાને સુંદર અને ચમકદાર પણ બનાવી શકો છો. તો ચાલો જાણીએ ત્વચાને નિખારવા માટે કેટલાક તાજા જ્યુસ બનાવવાની રીતો વિશે.
1. ડાઘ દૂર કરશે નારંગીનો રસ
નારંગીને વિટામિન સીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. જે ડાઘ-ધબ્બા દૂર કરીને ચહેરાને સાફ કરવામાં મદદ કરે છે. તેને ચહેરા પર લગાવવા માટે તાજા સંતરાનો રસ હળવા હાથે ચહેરા પર લગાવો. લગભગ 10 મિનિટ સુધી આ રસથી ચહેરા પર મસાજ કરો અને પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો.
2. ચહેરા પર ચમક લાવશે ગાજરનો જ્યુસ
ગાજરનો રસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવા ઉપરાંત તે ત્વચા પર ગ્લો લાવવાનો કુદરતી ઉપાય પણ છે. ગાજરનો તાજો રસ બનાવો અને આ રસને રૂની મદદથી ત્વચા પર લગાવો અને 15 મિનિટ સુધી સૂકવવા દો. પછી ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો, તેનાથી ચહેરો ચમકશે.
3. ત્વચા પર નિખાર લાવશે આમળાનો રસ
આમળામાં વિટામિન સી પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે ત્વચાના મૃત કોષોને દૂર કરીને ચહેરા પર ચમક લાવવાનું કામ કરે છે. આમળા નો રસ અઠવાડિયામાં બે વાર ચહેરા પર લગાવવાથી પણ દાગ-ધબ્બા ઓછા થાય છે.
4. ટેનિંગ ઘટાડશે સ્ટ્રોબેરી નો રસ
ઉનાળાની ઋતુમાં ટેનિંગની સમસ્યા સામાન્ય બની જાય છે. સ્ટ્રોબેરીની મદદથી, તમે ટેનિંગને અલવિદા કહી શકો છો. આ માટે કોટન બોલની મદદથી ચહેરા પર સ્ટ્રોબેરીનો રસ લગાવો અને 15 મિનિટ પછી ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. તેનાથી ટેનિંગ ઘટશે.
આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ: ખરતા વાળ ને અટકાવા માટે કુદરતી વસ્તુઓ ના ઉપયોગથી ઘરે જ બનાવો હેર સ્પા; જાણો તેને બનાવવાની અને લગાવવાની રીત વિશે
5. દાડમનો રસ
દાડમનો રસ શરીરમાં હિમોગ્લોબિન વધારવામાં અસરકારક હોવા ઉપરાંત ચહેરા પર ચમક લાવવામાં પણ મદદરૂપ છે. જો કે, જો તમારી ત્વચા તૈલી હોય તો દાડમનો રસ સીધો ચહેરા પર લગાવવાનું ટાળો. તૈલી ત્વચા પર દાડમના રસને મુલતાની માટી સાથે લગાવવું વધુ સારું રહેશે.