News Continuous Bureau | Mumbai
જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi mosque)પરિસરમાં સર્વે (videographic survey)નો આદેશ આપનાર સિનિયર ડિવિઝનના જજ રવિકુમાર દીવાકર(Judge Ravi Kumar Divakar)ને ધમકીભર્યો પત્ર મળ્યો છે. હવે આ પત્ર સંદર્ભે વારાણસી પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. આ પત્ર પોસ્ટ ના માધ્યમથી જજને મોકલવામાં આવ્યો છે. ‘ઈસ્લામિક આગાઝ મુવમેન્ટ’ સંગઠનના નામે થી મોકલવામાં આવેલા આ પત્રમાં ધમકી(Threat letter) આપવામાં આવી છે કે ભારતમાં ન્યાયાધીશ ભગવા રંગે રંગાઈ ચૂક્યા છે. તેમજ હિન્દુ આતંકવાદી સંગઠનોને પ્રસન્ન કરવા માટે ફેસલા આપવામાં આવે છે. ભારત દેશના વિભાજન સંદર્ભે દોષનો ટોપલો મુસલમાનો પર ઢોળવામાં આવે છે. જો તમને સરકારી મશીનરી પર ભરોસો હોય તો તમારી પત્ની અને માતાને ડર કઈ વાતનો છે?
Judge who ordered survey of Gyanvapi receives letter from Islamic Aagaaz Movement calling him an "Kafir Idolator" who should worry about his "mother and wife". Everyone knows which book preaches hatred against "Kafir Idolaters". pic.twitter.com/U6YvAMwv5U
— Divya Kumar Soti (@DivyaSoti) June 7, 2022
આ સમાચાર પણ વાંચો : મોટી રાહત- યુપીની પાંચ વર્ષની છોકરીનો મંકિપોક્સનો ટેસ્ટ આવ્યો નેગેટિવ- હવે તેના સેમ્પલો આ ઈન્સ્ટીટ્યૂટમાં મોકલાયા
આ પત્ર અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તેમજ પોલીસ તપાસ કરી રહી છે કે આ પત્ર કોણે લખ્યો છે.