Site icon

સ્વાસ્થ્ય જાણકારી- જો તમે પણ મોમોસ સાથે ચીલી ઓઈલ અને સેઝવાન સોસ નું સેવન કરો છો તો થઇ જાઓ સાવધાન- થઇ શકે છે આ ગંભીર બીમારી

News Continuous Bureau | Mumbai

નૂડલ્સ, સ્પ્રિંગ રોલ્સ, મંચુરિયન, તમે આ બધું ઘણી વાર ખાધું જ હશે, અને આ તમારું ફેવરિટ પણ હશે.આ ઉપરાંત તમે મોમોઝ(momos) તો ખાધા જ હશે, આ દરેકની ફેવરિટ ચાઈનીઝ (chinese food)વાનગી છે. જો તમે ચાઈનીઝ ફૂડના શોખીન છો, તો તમે આ વાનગીઓ સાથેની વિવિધ ચટણીઓ(dips) અજમાવી જ હશે. પરંતુ શું તમે જાણો છો કે ચાઈનીઝ ભોજનનો સ્વાદ વધારતી આ ચટણીઓ કેન્સરનું (cancer)કારણ પણ બની શકે છે.ચાઈનીઝ ડીશ સાથે તમે સેઝવાન સોસ, ચીલી ઓઈલ અને મેયોનીઝ ખાધી જ હશે. હવે એમાં કોઈ શંકા નથી કે આ બધી ચટણીઓ કે ડીપ્સ આ ચાઈનીઝ વાનગીઓનો સ્વાદ (test)બમણો કરે છે. એટલું જ નહીં, પરંતુ આ ડિપ્સ કોઈપણ વસ્તુનો સ્વાદ વધારી શકે છે, કારણ કે સેઝવાન ચટણી અને ચીલી ઓઇલમાં  મસાલા, ખાસ કરીને લાલ મરચું(red chillies) ભરપૂર માત્રામાં હોય છે.આ રીતે જો મરચાંને ઓછી માત્રામાં ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે, પરંતુ માત્ર લીલા મરચાં. લાલ મરચું તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન કરી શકે છે. હવે આવી સ્થિતિમાં, જ્યારે આ ચટણીઓનો ઉપયોગ ચાઈનીઝ વાનગીઓમાં વધુ માત્રામાં કરવામાં આવે છે, તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક(dangerous for health) સાબિત થઈ શકે છે.

Join Our WhatsApp Community

1 ફૂડ પોઈઝનિંગ અને પેટની સમસ્યાઓનું કારણ

જો તમે લાંબા સમય સુધી રાખી મુકેલા કે સંગ્રહિત કરેલા ચીલી  ઓઇલ(chilli oil) નું સેવન કરો છો, તો તેમાં રહેલું લસણ(garlic) સડી શકે છે. જેના કારણે ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિનમ બેક્ટેરિયા તમારા શરીરમાં ફેલાઈ શકે છે – જે ફૂડ પોઈઝનિંગ અને પેટની સમસ્યાઓનું (stomach infection)કારણ બની શકે છે.

2 એસીડીટી 

જ્યારે તમે ચીલી ઓઇલ (chilli oil)નું સેવન કરો છો, ત્યારે તમારા શરીરમાં એક શક્તિશાળી પ્રતિક્રિયા થાય છે જે ન્યુરોન્સ ને ઉત્તેજિત કરે છે. ત્યાં કેપ્સેસિન છે, જે પીડા રિસેપ્ટર્સ સાથે જોડાય છે અને તીવ્ર બર્નિંગનું(acidity)કારણ બને છે. ઉચ્ચ ડોઝમાં, તે ગંભીર પીડા, સોજો, બર્નિંગ અને લાલાશ નું કારણ બને છે.

3 પેટમાં દુખાવો અને ઝાડા

મરચાં ખાવાથી કેટલાક લોકો માટે આંતરડાની તકલીફ થઈ શકે છે. તેના લક્ષણો માં પેટમાં દુખાવો, પેટમાં બળતરા, ખેંચાણ અને પીડાદાયક ઝાડા નો સમાવેશ થાય છે. NCBI મુજબ, લાલ મરચાનું  વધુ પડતું સેવન કરવાથી બળતરા આંતરડા સિંડ્રોમ (IBS) ની તીવ્રતા વધી શકે છે.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- ડાયાબિટીસના દર્દીઓએ આ રીતે કરવું જોઈએ કલોંજીનું સેવન-મળશે ખાસ ફાયદા

તેથી જો તમે ચાઈનીઝ ફૂડ(chinese food)ખાતા હોવ તો આ ચટણીઓ થી દૂર રહો તે સારું છે.

Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Exit mobile version