ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 નવેમ્બર 2021
શનિવાર.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચ જોવા માટે મેદાનમાં ગયેલા લોકો ઘણાં કારણોથી વાયરલ થતા રહે છે. આ જ રીતે કાનપુરમાં મેચ જોવા ગયેલી એક વ્યક્તિ ગુટખા ચાવતો સ્ક્રીન પર આવ્યો હતો. આ જોઈને લોકોને મજા આવી ગઈ અને તેના પર એક પછી એક મીમ બનવાના શરુ થઈ ગયા.
વાયરલ વીડિયોમાં ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં મેચ જોવા આવેલો એક વ્યક્તિ ફોન પર વાત કરી રહી છે અને તેના મોઢામાં રહેલી ગુટખા પણ તે ચાવતો દેખાય છે. આ દરમિયાન વ્યક્તિ સ્ટેડિયમમાં મોટી સ્ક્રીન પર દેખાતા તેની જોડે બેઠેલી મહિલા ઝુમી ઉઠે છે. આ જોઈને તે વ્યક્તિ પણ ખુશ-ખુશ થઈ જાય છે. પણ તેના મોઢામાં રહેલી ગુટખાના કારણે તેની મજા સોશિયલ મીડિયા પર લેવાઈ રહી છે.
અહીં ઉલ્લેખનીય છે કે કાનપુર ઉત્તરપ્રદેશનું શહેર છે અને તમાકુ અને પાન મસાલાનું ચલણ વધારે છે. આવામાં એક વ્યક્તિને ચાલુ મેચમાં ગુટખા ચાવતી જોઈને તેના પર લોકો મીમ બનાવીને મજા લૂંટી રહ્યા છે, આ વ્યક્તિનો વીડિયો વાયરલ થયા પછી ઈન્ટરનેટ પર ટીખળ શોધતા ફરતા લોકોને એક વિષય મળી ગયો હતો.
ભારતીય ટીમના પૂર્વ ઓપનર વસીમ જાફર પણ આ વિડીયો પર પોતાની પ્રતિક્રિયા આપતા પોતાને રોકી શક્યા નથી. તેમણે આ વ્યક્તિની તસવીર સાથે એક ફની મીમ શેર કરી છે. જાફરે શેર કરેલા મીમમાં ગુટખા ચાવતી વ્યક્તિ અને નીચે ફિલ્મ હેરાફેરીનું એક દૃશ્ય દેખાય છે, અક્ષય કુમાર અને પરેશ રાવલ ફોનમાં સામેની બાજુએ દર્શાવવામાં આવ્યા છે. જેમાં એવી મજાક કરાઈ રહી છે કે, ‘એ.. મુહ સે સુપારી નીકાલ કર બાત કર રે બાબા..’
Tell me you are from Kanpur Without telling me you are from Kanpur. https://t.co/Xee3NQYyxh
— Abbas Haider (@abbas_haiderr) November 25, 2021