News Continuous Bureau | Mumbai
માઈક્રોસોફ્ટ(Microsoft) તેના સૌથી જૂના બ્રાઉઝર(Older browser) ઇન્ટરનેટ એક્સપ્લોરરને(Internet Explorer) 27 વર્ષની સેવા પછી બંધ કરવાની જાહેરાત કરી છે.
માઇક્રોસોફ્ટે કહ્યું છે કે તે જૂના બ્રાઉઝર માટે મુખ્ય પ્રવાહના સમર્થનને સમાપ્ત કરશે.
કંપનીના નોટિફિકેશન(Company notification) મુજબ ઈન્ટરનેટ એક્સપ્લોરર 15 જૂન, 2022થી કામ કરવાનું બંધ કરી દેશે.
2003 સુધી માઇક્રોસોફ્ટનું આ વેબ બ્રાઉઝર(Web browser) ટોપ પર હતું પરંતુ તે બાદ આવેલા નવા વેબ બ્રાઉઝર સામે ટકી શક્યું નહીં.
હાલ માત્ર પાંચ ટકા લોકો જ આ બ્રાઉઝરનો ઉપયોગ કરે છે.
ઉલ્લેખનીય છે કે તે પ્રથમ 1995 માં Windows 95 માટે એડ-ઓન પેકેજ(Add-on package) તરીકે બહાર પાડવામાં આવ્યું હતું. માઇક્રોસોફ્ટ પેકેજ સાથે બ્રાઉઝર મફતમાં પ્રદાન કરવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : જય હો કષ્ટભંજન દેવની- સાળંગપુર હનુમાન દાદાને પહેરાવ્યા દિવ્ય વાઘા-ફૂલોથી ત્રિરંગાનો શણગાર કરાયો-જુઓ ફોટોસ-જાણો વિગતે