મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી નો જન્મ દિવસ ધામધૂમ થી ઉજવાશે. બોલીવુડ સ્ટાર્સ પર્ફોર્મન્સ કરશે. 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ. 11 ડિસેમ્બર 2021

શનિવાર

આકાશ અંબાણી અને શ્લોકા અંબાણીના પુત્ર પૃથ્વીનો પ્રથમ જન્મદિવસે  જામનગરમાં એક ભવ્ય કાર્યક્રમનું  આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ૧૦૦ પંડિત પૃથ્વીને આશીર્વાદ આપવા પહોંચી રહ્યા છે. આ સિવાય બોલિવૂડમાંથી ગેસ્ટ લિસ્ટમાં આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જેવા સ્ટાર્સ છે, જ્યારે ક્રિકેટ જગતના સચિન તેંડુલકર પણ પરિવાર સાથે આ સેલિબ્રેશનમાં પહોંચશે. આમંત્રણની સાથે તમામ મહેમાનોને સેફટી પ્રોટોકોલનો પત્ર આપવામાં આવ્યો છે. સમારોહમાં આવનારા તમામ મહેમાનો માટે કોવિડનું ડબલ રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે. સેફ્ટી પ્રોટોકોલ માટે જાહેર કરવામાં આવેલી નોંધમાં લખવામાં આવ્યું છે કે ૭ ડિસેમ્બરથી ૧૦ ડિસેમ્બર સુધી મુંબઈની બહારથી આવનારા તમામ મહેમાનોએ તેમનો દરરોજનો ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટ રિપોર્ટ શેર કરવો જરૂરી છે. આ ફક્ત તે મહેમાનો માટે છે જેઓ ખાનગી જેટ દ્વારા જામનગર પહોંચી રહ્યા છે. તેમાં એવું પણ લખવામાં આવ્યું છે કે ૧૦ ડિસેમ્બરે મુંબઈથી જામનગરની ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવશે. ત્યારબાદ મહેમાનોને ૧૧ ડિસેમ્બરે પરત ફરવાની ફ્લાઈટની સુવિધા આપવામાં આવશે. મહેમાનોને જામનગરના ગેસ્ટ હાઉસમાં સેલ્ફ કવોરન્ટાઇનની સુવિધા પણ મળશે. એક અહેવાલ મુજબ, આ પાર્ટી કવોરન્ટાઇન બાયો બબલમાં હશે. બાળકોને રમવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્લોકા અંબાણીએ પૃથ્વી માટે નેધરલેન્ડથી રમકડાં લાવ્યા છે, જ્યારે ઇટાલી અને થાઇલેન્ડના આંતરરાષ્ટ્રીય શેફ મહેમાનો માટે વાનગીઓ તૈયાર કરશે. એટલું જ નહીં, જામનગરના અનાથાશ્રમમાં ભેટ અને રમકડા મોકલવામાં આવશે તેવું સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે. આ સિવાય ગ્રામજનો અને અંબાણીના ફાર્મહાઉસમાં રહેતા લોકો માટે ભોજન મોકલવામાં આવશે.એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી આકાશ અંબાણીના પ્રથમ જન્મદિવસની ઉજવણીનો આ પ્રસંગ હશે. મુકેશ અંબાણીએ આ માટે ૧૦૦ પંડિતોને આમંત્રિત કર્યા છે અને સાથે જ બોલિવૂડથી લઈને રમત જગતના તમામ દિગ્ગજ આ ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપવાના છે.

શું ઓમિક્રોન ખરેખર ગંભીર છે? પૂણેના દર્દીએ માત્ર આટલા દિવસ માં ઓમિક્રોનને મ્હાત આપી
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More