Site icon

ઇન્ડિયન રેલવેનો મોટો નિર્ણય, આ ટ્રેનમાં હવે કાયમી ધોરણે બે વિસ્ટા ડોમ કોચ ઉમેરવામાં આવશે; જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ શતાબ્દી એક્સપ્રેસ(Mumbai Central-Gandhinagar Capital Shatabdi Express)માં વિસ્ટા ડોમ કોચ(vistadome coach) ઉમેરવામાં આવ્યો છે. છેલ્લા એક મહિનામાં મુસાફરોના મળેલા જબરદસ્ત પ્રતિસાદ બાદ પશ્ચિમ રેલવે(Western Railway)એ હવે 17મી મેથી આ ટ્રેનમાં કાયમી ધોરણે બે વિસ્ટા ડોમ કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ  ટ્રેન નંબર 12009/10 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ શતાબ્દી એક્સપ્રેસને 17 મેથી બે વિસ્ટા ડોમ કોચ સાથે કાયમી ધોરણે જોડવામાં આવશે. વિસ્ટા ડોમ કોચનું બુકિંગ હવે શતાબ્દી એક્સપ્રેસના(Shatabdi Express) અન્ય કોચ સાથે એકીકૃત કરવામાં આવ્યું છે. ટ્રેનના સમયથી લઈને તમામ  વિગતવાર માહિતી સંબંધિત વેબસાઇટ પર મળશે..

આ સમાચાર પણ વાંચો: અહો આશ્ચર્યમ… લગ્ન મંડપમાં બત્તી ગુલ અને દુલ્હનો બદલાઈ ગઈ, ચર્ચાના ચગડોળે ચડેલા આ મામલાની જાણો સચ્ચાઈ

અહીં ઉલ્લેખનીય છે કે વિસ્ટા ડોમ કોચમાં 44 મુસાફરોની બેઠક ક્ષમતા છે, જે મુસાફરોને મુસાફરીનો વધુ સારો અનુભવ પ્રદાન કરે છે. કોચમાં કાચની મોટી બારીઓ, કાચની છત, ફરતી બેઠકો અને ઓબ્ઝર્વેશન લાઉન્જ છે. અહીં બેસીને મુસાફરો બહારના દૃશ્યોનો આનંદ માણી શકે છે.

Attari Railway Station: ભારતનું આ સ્ટેશન ઇન્ટરનેશનલ: પ્લેટફોર્મ ટિકિટ નહીં પણ પાસપોર્ટ ચેક થતો હતો; જાણો આ રેલવે સ્ટેશનનું અનોખું રહસ્ય!
Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Exit mobile version