315
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઓક્ટોબર, 2021
શુક્રવાર
વિશ્વભરમાં વોટ્સએપ અને ફેસબુક તાજેતરમાં ખોરવાઈ જવાથી "ટેલિગ્રામ"ને મોટો ફાયદો થયો છે.
વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સેવાઓના વિક્ષેપ દરમિયાન 70 મિલિયન (7 કરોડ) નવા યુઝર્સ પ્રાપ્ત મેળવ્યા છે.
ટેલિગ્રામના સ્થાપક પાવેલ ડ્યુરોવે મંગળવારે આ વાતની ચોખવટ કરતા કહ્યું કે આવું એટલા માટે થયું કારણ કે વિશ્વભરના લોકોને લગભગ છ કલાક સુધી મહત્વપૂર્ણ મેસેજિંગ સર્વિસ વગર છોડી દેવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ વિક્ષેપથી વ્હોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને મેસેન્જર જેવી સેવાઓનો ઉપયોગ કરતા 3.5 અબજ વપરાશકર્તાઓને અસર થઈ.
હવે તો પ્રિયંકા ગાંધી પણ હિન્દૂ બની ગઈ, રાખ્યા નવરાત્રીના ઉપવાસ
You Might Be Interested In